રાજકોટમાં પિતાએ વ્યાજે લીધેલ રૂપિયા પરત આપવા ગયેલ યુવકને આરોપીઓએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, મૃતકની માતા પર પણ કરાયો'તો ખૂની હુમલો - At This Time

રાજકોટમાં પિતાએ વ્યાજે લીધેલ રૂપિયા પરત આપવા ગયેલ યુવકને આરોપીઓએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, મૃતકની માતા પર પણ કરાયો’તો ખૂની હુમલો


રાજકોટમાં તો વ્યાજખોરોને પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. વ્યાજખોરીની વધુ એક ઘટનામાં ગઈકાલે મોડી રાત્રે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતીદેતી મામલે 23 વર્ષીય યુવકને વ્યજખોર પિતા-પુત્રોએ છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામી હતી. જ્યારે મૃતકની માતાને પણ પાઈપથી ફટકારવામાં આવતા હત્યાનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી કમલેશ ગોસાઈ, તેનો પુત્ર જીગર અને જયદેવ ગોસાઈની ધરપકડ કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.