વિંછીયાના વેરાવળ(ભડલી) ગામની સીમમાંથી ગાંજાના 375 કિલો જથ્થા સાથે શખ્સ ઝડપાયો, રૂ.26.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
વિંછીયાના વેરાવળ(ભડલી) ગામની સીમમાંથી ગાંજાના 375 કિલો જથ્થા સાથે શખ્સ ઝડપાયો, રૂ.26.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
વિંછીયા તાલુકાના વેરાવળ(ભડલી) ગામની સીમમાંથી નાર્કોટીકસ-માદકપદાર્થ(ગાંજા) ના છોડના વાવેતર સાથે એક શખ્સને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા માટે સુચના અપાઈ હતી. જેના પગલે વિંછીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આઈ.ડી.જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સનાળી ગામનો જયંતી રાયસંગભાઈ વનાળીયા નામનો શખ્સે પોતાની માલીકીની વેરાવળ(ભડલી) ગામની આલેસીયા સીમમાં આવેલ વાડીએ ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદકપદાર્થ(ગાંજા) ના છોડનું વાવેતર કરેલ છે. જેથી વિંછીયા પોલીસને મળેલ બાતમીના આધારે રેઈડ કરતા ગાંજાના લીલા છોડનું વાવેતર મળી આવતા તેમજ વાવેતર કરનાર જયંતી રાયસંગભાઈ વનાળીયા(ઉ.વ.41)(રહે-સનાળી,તા-વિંછીયા) નામનો આરોપી મળી આવતા તેને પકડી પાડી એન.ડી.પી.એસ.એકટ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. વિંછીયા પોલીસને રેઈડ દરમિયાન ગાંજાના નાના-મોટા છોડવા નંગ-72 જેનો કુલ વજન 375 કિલો 500 ગ્રામ કિંમત રૂ.26,28,500 તથા મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂ.500 મળી કુલ રૂ.26,29,000 નો મુદ્દામાલ મળી આવતા વિંછીયા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.