રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરે 1500 વેપારીએ એકસાથે ચોપડાની સાથોસાથ લેપટોપ-ગેજેટ્સની પણ પૂજા કરી - At This Time

રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરે 1500 વેપારીએ એકસાથે ચોપડાની સાથોસાથ લેપટોપ-ગેજેટ્સની પણ પૂજા કરી


આજે દિવાળીનો મહાપર્વ છે, ઠેર ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસ એ ધંધા-રોજગાર વૃદ્ધિ માટે ચોપડા પૂજન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કેટલાક ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. સંતો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે આજના આ ચોપડા પૂજનમાં 1500 જેટલા વેપારીઓને એકસાથે સભા ગૃહમાં ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.