રાજકોટ શહેર આગામી નવરાત્રી તહેવાર નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધિ. કમિશનર. - At This Time

રાજકોટ શહેર આગામી નવરાત્રી તહેવાર નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધિ. કમિશનર.


રાજકોટ શહેર આગામી નવરાત્રી તહેવાર નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધિ. કમિશનર.

રાજકોટ શહેર તા.૨/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દર વર્ષે નવરાત્રી નો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમ પુર્વક મનાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રી તહેવાર દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર જનતાને થતી હેરાનગતી અટકાવવા માટે પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે. રાજકોટ શહેર વિસ્તારમાં તા.૩/૧૦/૨૦૨૪ થી તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી નવરાત્રીના ૯ દિવસ તથા દશેરાનો એક દિવસ દરમ્યાન કોઇપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના કલાક ૧૨ વાગ્યા પછી કોઇપણ રાસ-ગરબા કે કાર્યક્રમમાં માઇક તથા લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે નહી, માઇક તથા લાઉડ સ્પીકરનો ઉપયોગ નોઇસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ ની કલમ-૫(૨)(૩) ની જોગવાઇઓને આધીન તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા GVN-૨૦૨૧-૦૭- ENV-૧૦-૨૦૧૪ -૧૩૩-ટી સેલ. તા.૨૨/૮/૨૦૨૪ ની જોગવાઇ મુજબ રાત્રીના ૧૨ વાગ્યા સુધી કરવાનો રહેશે. ત્યારબાદ કોઇ પબ્લીક એડ્રેસ સીસ્ટમ/લાઉડ સ્પીકર વગાડવા નહી. તા.૩/૧૦/૨૦૨૪, તા.૧૨/૧૦/૨૦૨૪ ના કલાક સુધીનું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૩(N), ૩૬(E) (A),૩૮ તથા ૩૩(૬) મુજબનું જાહેરનામું બહાર પાડેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.