બોટાદના રહેમત નગર અને ખારા વિસ્તારમાં સફાઈ કામગીરી બોટાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કરવાંમાં આવી
બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ બોટાદમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોટાદના રહેમત નગર અને ખારા વિસ્તાર સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. નદી વિસ્તારમાં પુલ નીચેના મેદાનમાં કચરાને એકઠો કરી સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય વિસ્તારમાંથી કચરો એકત્રીત કરવાની ગાડીમાં કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે સફાઈ કર્મીઓ સહભાગી થઈને ખારા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં યોગદાન આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.