દિયોદરના ડુચકવાડા ગામે યુરિયા ખાતરમાંથી વાહનોમાં વપરાતું યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. - At This Time

દિયોદરના ડુચકવાડા ગામે યુરિયા ખાતરમાંથી વાહનોમાં વપરાતું યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.


દિયોદરના ડુચકવાડા ગામ માંથી વાહનમાં વપરાતું યુરિયા લિકિવડ બનાવવાનું સૌથી મોટા કૌભાંડનો બનાસકાંઠા એલસીબી પોલીસે પર્દાફાસ્ટ કર્યો છે જેમાં પોલીસે ખેતરમાંથી મોટા પ્રમાણમાં સબસિડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિકિવડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ચાર આરોપીની અટકાયત કરી છે જે મામલે પોલીસે તપાસ ધમધમાટ શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના એક ખેતરમાં વાહનમાં વપરાતું યુરિયા લિકિવડ બનાવવામાં આવી રહ્યુ હોવાની ખાનગી બાતમી બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબીને મળતા એલસીબીની ટીમ સોમવારના રાત્રીના સમય રેડ કરતા ખેતર માંથી વાહનમાં વપરાતું યુરિયા લીકિવડ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું હતું પોલીસે સ્થળ ઉપરથી યુરિયા ખાતર જે તે સરકાર માન્ય કંપની દ્વારા સબસીડી યુક્ત યુરિયા ખાતર બનાવ્યા પછી જે તે એગ્રીકલ્ચર ડીલરોને આપવામાં આવે છે અને એગ્રીકલ્ચર ડીલરો જે તે ખેડૂતોના આધાર ઓથેન્ટીફિક્શન થી pos મશીન દ્વારા જે તે ખેડૂતને આપવામાં આવતું હોય તે ખાતર અંનધીકૃત રીતે મેળવી તે યુરિયા ખાતરનો ઉપયોગ કરી BS6 વાહનમાં નાખવામાં આવતું લીકીવડ યુરિયા બનાવી ગ્રાહકોને છેતરવાના હેતુથી રજીસ્ટર કંપનીના લેબવાલી ડોલોમાં ભરી વેચાણ કરતા હોવાથી પોલીસે ખેતીવાડી અધિકારી ને સાથે રાખી સ્થળ પર થી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો અને કંપનીની ડોલો કુલ કિંમત 1,15,038 નો મુદ્દામાલ કબ્જે લઈ વાહનમાં Forward યુરિયા લિકીવડ બનાવનાર (૧) કુસારામ લાલારામ જાટ (૨) પૂનમ ચંદ મોટારામ જાટ (૩)ગોગારામ રાવતારામ જાટ (૪)ભરતભાઈ રૂપાભાઈ માળી ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.