લૂંટ કરનારા ઝબ્બે: ધનસુરાના કમાલીયા કંપા પાસે 3 લાખની લૂંટ કરનારા 8 આરોપીઓ ઝબ્બે, 4 ફરાર - At This Time

લૂંટ કરનારા ઝબ્બે: ધનસુરાના કમાલીયા કંપા પાસે 3 લાખની લૂંટ કરનારા 8 આરોપીઓ ઝબ્બે, 4 ફરાર


• ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી લૂંટ ચલાવી હતી, 2.23 લાખ રિકવર

ધનસુરાના કમાલીયા કંપા પાસે બે દિવસ અગાઉ યુવકને ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી બોલાવી 3 લાખની લૂંટ કરનાર 12 પૈકી 8 આરોપીઓને પોલીસે ઝડપી લઇ 2.23 લાખ રિકવર કર્યા હતા અને બાકીના 4 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
તાલુકાના કમાલીયા કંપા નજીક બે દિવસ અગાઉ યુવકને ટૂંકા ગાળામાં ત્રણ ગણા પૈસા પરત આપવાની લાલચ આપી ત્રણ લાખ રોકડ સાથે કમાલીયા કંપાની સીમમાં બોલાવી યુવક પર લાકડીઓથી હુમલો કરી થેલામાં મૂકેલ 3 લાખની લૂંટ ચલાવી લૂંટારુંઓ ભાગી જતાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં ગુનાની ગંભીરતાની નોંધ લઈ પોલીસ અધિક્ષક વાગીશા જોશીએ પોલીસની બે ટીમો બનાવી આરોપીઓની શોધખોળ આચરી હતી. તપાસ દરમિયાન સ્થાનિક બાતમીદારોને સક્રિય કરી મેઘરજ પોલીસ સ્ટેશન તેમજ માલપુર પોલીસ સ્ટેશનની મદદ મેળવી ગુનો આચરનાર 12 પૈકી 8 આરોપીઓના લોકેશન મેળવી 8 આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 2.23 લાખ રિકવર કરી હતી. આ ગુનામાં ફરાર આરોપીઓને પકડવા તથા ગુનામાં વપરાયેલ બે ગાડીઓને શોધવા આગળની કાર્યવાહી કરી હતી.આરોપીઓ મેઘરજ, માલપુર અને રાજસ્થાનના
1.લાલાભાઇ સોમાભાઈ ડામોર રહે. રામગઢી રાજપુર,તા મેઘરજ, 2. ફૂલાભાઈ મસુભાઈ પગી રહે. પીપરાના, ભરવાડ વાસ ફળિયું તા. માલપુર,3. ઘનશ્યામભાઈ મણી ભાઈ પટેલ રહે. મોલ્લી કંપા, તા. માલપુર, 4. શંકરભાઈ ગટુભાઈ રોત રહે. દુજાઠાના વડાદા તા. જિ. ડુંગરપુર (રાજસ્થાન) 5. અજયકુમાર પ્રતાપભાઈ કટારા રહે. લીંબોઈ,તા મેઘરજ, 6.રમેશભાઈ અરખાભાઈ યાદવ રહે. ઢેચરા ભગત તા. સીમલવાડા જિ. ડુંગરપુર (રાજસ્થાન) 7. ભાવેશભાઈ રમેશભાઈ પગી રહે. પીપરાના, ભરવાડ વાસ ફળિયું તા માલપુર અને 8. સંજય કુમાર પ્રવિણભાઈ પગી રહે. પીપરાના ભરવાડ ફળિયું, તા. માલપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.