ગુજરાત પોલીસ દળમાં ૪૬ નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સેવાઓ મળશે જેમાં ૧૪ મહિલાઓ પણ પોલીસદળમાં જોડાયા હતા - At This Time

ગુજરાત પોલીસ દળમાં ૪૬ નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સેવાઓ મળશે જેમાં ૧૪ મહિલાઓ પણ પોલીસદળમાં જોડાયા હતા


તા:-૧૫/૧૦/૨૦૨૨
અમદાવાદ

ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત પાસિંગ આઉટ પરેડ સમારોહ નું આયોજન કરાઈ ખાતે રાખવા માં આવ્યું જેમાં રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી એ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટતા પ્રાપ્ત ઓફિસરો ને ટ્રોફીથી નવાજ્ય કર્યા હતા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વની પરવા કર્યા વિના સમાજ માટે સમાજ રક્ષા માટે સમર્પિત ભાવથી કાર્યરત પોલીસ દળના જવાનોએ ગરીમા વધારી છે વડાપ્રધાનશ્રીએ અમૃતકાળમાં વિકસીત- આત્મનિર્ભર રાષ્ટ્રના આપેલા સંકલ્પને રક્ષા શક્તિના પ્રહરીઓની ફરજ નિષ્ઠાથી આત્મનિર્ભર વિકસીત ગુજરાત દ્વારા સાકાર કરીએ

મુખ્યમંત્રી શ્રીએ રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન અહેમ ભૂમિકા નિભાવે છે તેઓ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.આ સંદર્ભ તેમણે કહ્યું કે સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે.મુખ્યમંત્રી શ્રી ગુજરાત પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા ૪૬ પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડમાં સંબોધન કરી રહ્યા હતા.ગૃહપ્રધાન શ્રી હષૅ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, DGP શ્રી આશિષ ભાટિયા સહિત અધિક પોલીસ મહાનિર્દેશકશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.