જસદણના જુના યાર્ડ ખાતે કાલૅ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના કેમ્પ મંત્રી બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે - At This Time

જસદણના જુના યાર્ડ ખાતે કાલૅ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના કેમ્પ મંત્રી બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે


દરજી ધોબી વાણંદ સઇસુથાર કુંભાર કડિયા લુહાર મોચી નાઇ સોની હસ્તકલા તાળા રીપેર કરનાર સહિત 18 પ્રકારના કારીગરોને રૂપિયા એક લાખ સુધીની લોન મળશે

નરૅશ ચૉહલીયા જસદણ
જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે તારીખ 21 ના રોજ જસદણ વિછિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના કેમ્પ સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી યોજાશે જેમાં વિવિધ હસ્તકલા કારીગરો વિવિધ છૂટક મજૂરો લારી ધંધાર્થીઓ સહિતના લોકો ને રૂપિયા એક લાખ સુધીની સહાય મળશે આ યોજનામાં દરજી ધોબી ઢીંગલી અને રમકડાની બનાવટ પરંપરાગત વાણંદ નાઈ શિલ્પકાર મૂર્તિકાર ફૂલોની માળા બનાવનાર માળી કુંભાર કડિયા લુહાર સુથાર મોચી સોની સાવરણી બનાવનાર બખ્તર બનાવનાર આરમર બોટ બનાવનાર માછલી પકડવાની જાળી બનાવનાર હથોડી અને ટૂલકિટ બનાવનાર તાળા રિપેર કરનાર છૂટક ફેરીયા ઑ સહિત લોકો આ યોજનાનો લાભ લઈ શકશે આ અંતર્ગત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા યોજના થકી હાથ વડે કારીગરી કરતા તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકશે આ લાભ એક સભ્ય સુધી મર્યાદિત રહેશે લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તેમણે તેણીએ છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગાર વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ જેમ કે પીએમઇજીપી અને પ્રધાનમંત્રી સોની થી મુદ્રા અને પ્રધાનમંત્રી ના લાભાર્થીઓ લોન ચુકવણી કરી દીધી હોય તેવો વિશ્વકર્મા યોજના લાભ હેઠળ લાભ મેળવી શકશે સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવાર સભ્યતાને પાત્ર રહેશે નહીં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના ના રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આધારકાર્ડ રેશનકાર્ડ બેંકની વિગત આધાર જોડે લીંક મોબાઈલ નંબર સહિતના ડોક્યુમેન્ટ સાથે આવતીકાલે સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતૅ ઉપસ્થિત રહેવા ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અનુરોધ કરેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.