સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ ,ગુજરાત યુનિવર્સિટી રોડ ઉપર એ.એમ.ટી.એસ.ની બસમાં શોટસરકીટથી આગ
અમદાવાદ,રવિવાર, 7 ઓગસ્ટ, 2022અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી મેઈન રોડ ઉપરથી પસાર થઈ
રહેલી રુટ નંબર-૧૬૦ની એ.એમ.ટી.એસ.બસમાં શોટ સરકીટથી આગ લાગતા થોડા સમય માટે
અફરાતફરી મચી જવા પામી હતી.ડ્રાઈવરે સમયસુચકતા વાપરી બસમાં મુસાફરી કરી રહેલાં દસ
મુસાફરોને ઉતારી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ
બુઝાવી દીધી હતી.
એ.એમ.ટી.એસ.ની ખાનગી ઓપરેટર ડાગા કંપનીની બસ રુટ નંબર-૧૬૦
હાટકેશ્વરથી સિલ્વર ઓકટ્રોય જઈ રહી હતી.તે સમયે રવિવારે સાંજના સુમારે
એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ પાસે શોટ સરકીટથી આગ લાગતા નવરંગપુરા ફાયર સ્ટેશનથી એક
વોટર ટેન્કર અને સ્ટાફ સાથે સ્ટેશન ઓફિસરને ઘટના સ્થળે મોકલી અપાયા હતા.શોટ સરકીટ
થવાના કારણે બસની બેટરી અને વાયરીંગમાં આગ લાગી હતી.બસમાં આગને પગલે બેટરી અને
વાયરીંગ બળી જવા પામ્યુ હતું.ઘટનાસ્થળેથી નવરંગપુરા ફાયર સ્ટેશન નજીકના અંતરે
હોવાથી ફાયરના સ્ટાફે ગણતરીની મિનીટોમાં પહોંચી જઈ બસમાં લાગેલી આગ બુઝાવી દીધી
હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.