બે મહિના બાદ પ્રથમવાર કોરોના સિન્ગલ ડિઝીટમાં - At This Time

બે મહિના બાદ પ્રથમવાર કોરોના સિન્ગલ ડિઝીટમાં


ગાંધીનગરમાં ચોથી લહેર દરમિયાનબે અને આઠ વર્ષના બાળક સહિત નવ કેસ ઃ ટેસ્ટીંગ ઘટયું હોવાને કારણે નવા કેસ બહાર આવતા નથીગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ધટયા છે.જિલ્લાના
ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે બે જ કેસ નોંધાયા હતા જ્યારે બે અને આઠ વર્ષના બે
બાળકો સહિત કોર્પોરેશન વિસ્તારમાંથી નવા સાત કેસ પ્રકાશમાં આવ્યા છે. શહેર અને
જિલ્લામાં બે મહિના બાદ કોરોનાના કેસ સિન્ગલ ડિજીટમાં આવ્યો છે. જેને ઘણા લોકો
કોરોનાની ચોથી લહેરનો અંત પણ માને છે.કોરોનાના કેસમાં ઘટોડા થયો છે એટલે સંક્રમણ ઘટયું છે તેમ
કહેવું મુશ્કેલ છે તેમ નિષ્ણાંતોનો મત છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અગાઉ
તા.૧૩મી જુને કોરોનાના ૧૧ કેસ થયા હતા ત્યાર બાદ કોરોનાના કેસ સતત વધતા જ રહ્યા છે
ત્યારે આજે સુખદરીતે ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ સિન્ગલ ડિઝીટમાં
પહોંચ્યા છે.અડાલજનો યુવાન તથા કલોલના કપ્તાનપુરની મહિલા મળીને ગ્રામ્યવિસ્તારમાંથી
બે કેસ મળ્યા છે જ્યારે સરગાસણમાં બે વર્ષનો અને કોબામાં આઠ વર્ષના બે-બે બાળકો
સહિત કોર્પોરેશન વિસ્તારમાંથી નવા સાત કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટર-૪,જીઇબી, રાંદેસણ તથા
પેથાપુરના એક એક દર્દીનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં બે મહિના પછી
કોરોના સિન્ગલ ડિજીટમાં આવ્યો છે. તો બીજીબાજુ રિકવરી રેટ પણ વધ્યો છે. જિલ્લામાં
૩૦ જ્યારે કોર્પોરેશનમાં વધુ ૨૧ મળીને કુલ ૫૧ દર્દીઓને એક જ દિવસમાં ડિસ્ચાર્જ
કરવામાં આવ્યા છે. છ મહિના અને ત્રણ વર્ષના બે બાળકો સ્વાઇનફ્લૂથી સંક્રમિતગાંધીનગર,રવિવાર

કોરોનાના કેસમાં ઘટોડા થઇ રહ્યો છે તો બીજીબાજુ
સ્વાઇનફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા
શેરથામાં રહેતા પરિવારનો છ મહિનાનો બાળક સ્વાઇનફ્લૂથી સંક્રમિત થયો છે. જેને ખાનગી
હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે. તો બીજીબાજુ કોર્પોરેશન
વિસ્તારમાંથી રવિવારે ત્રણ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં કુડાસણમાં રહેતા
પરિવારના ત્રણ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ખોરજના ૭૦ વર્ષિય વૃધ્ધ
તથા ઇન્ફોસિટી વિસ્તારના આધેડ પણ સ્વાઇનફ્લૂમાં સપડાયા છે.જેમને હોસ્પિટલમાં દાખલ
કરીને સારવાર આપવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.