ઘેલાસોમનાથ તીર્થક્ષેત્રનાં વિકાસ માટે રૂા. 10 કરોડનાં કામોનું આયોજન કરાયું
- મુખ્યમંત્રીએ ભાષણ પુરૂં કર્યા બાદ ફરી ઉભા થઈ જાહેરાત કરી - જૂથવાદ વચ્ચે બાવળીયા-બોઘરાએ મંચ પરથી એક બીજાનાં વખાણ કરી વિકાસ કામોની રજૂઆતોમાં સૂરમાં સૂર મિલાવ્યો રાજકોટ : રાજકોટ જિલ્લાનાં પછાત ગણાતાં જસદણ અને વિંછીયા પંથકમાં આશરે રુ. ૧૯ કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને ઈ લોકાર્પણ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘેલાસોમનાથ નજીક યોજાયેલા કાર્યક્રમમાં કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યપ્રધાને ખાસ ઘેલાસોમનાથ મહાદેવ મંદિર અને તીર્થ ક્ષેત્રનાં વિકાસ માટે આશરે રૂ.. ૧૦ કરોડનાં કામોનું આયોજન સરકારમાં થયું હોવાનું જાહેર કર્યુ હતુ. ઘેલા સોમનાથ નજીક સોમપીપળીયા ગામ ખાતે નાની સિંચાઈ યોજના હેઠળનાં પાનિયો ડેમનું ખાતમૂહૂર્ત મુખ્યપ્રધાનનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ. આજે બપોરે યોજાયેલા કાર્યક્રમમાં મંચ પરથી સરકારની છેલ્લા ર૦ વર્ષની સિધ્ધિઓ વર્ણવી ભાષણ પુરુ કર્યા બાદ સીએમ ખુરશી પર બેસી ગયા હતા બાદમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ તેમને કેટલાક મુદાઓ યાદ અપાવતા સીએમ ફરી ઉભા થયા હતા અને મંચ પરથી ઘેલા સોમનાથ તીર્થધામનાં વિકાસ માટેનાં આયોજન અને સ્થાનિક ધારાસભ્ય બાવળીયાએ સરકારમાં રજુઆત કરી હતી તે આલણસાગર ડેમમાં પાણી પહોંચાડવા આરસીસીની પાઈપલાઈન લીકેજ થતી હોઈ લોખંડની નવી લાઈન નાંખવાની દરખાસ્તને સરકારે સ્વીકારી છે અને મંજૂરી માટેની કામગીરી પ્રોસેસમાં હોવાનું જણાવ્યુ હતુ. ગોડલાધારમાં આશરે રૂ.૩૧૪ લાખનાં ખર્ચે માધ્યમિક શાળા, આટકોટમાં રૂ.ર૧૧ લાખનાં ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડ, ભડલી નજીક રૂ. પ.૩૯ લાખનાં ખર્ચે બ્રિજનું ઈ ખાતમૂહૂર્ત મુખ્યપ્રધાને કર્યુ હતુ. જસદણ - વિંછીયાનાં ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ આ કાર્યક્રમનાં આમંત્રણ પત્રિકામાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ર્ડો. ભરત બોઘરાનું નામ નહિ લખતા વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ વચ્ચે આજે યોજાયેલા કાર્યક્રમમાં બાવળીયા અને ર્ડો. બોઘરા હાજર રહયા હતા. એટલું જ નહિ, સ્થાનિક વિકાસ કામોમાં એક બીજાએ સૂરમાં સૂર મિલાવી મંચ પરથી બંને સાથે હોવાનો સંકેત આપ્યો હતો. મુખ્યપ્રધાનની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં વીરપુરમાં રૂ. ર૯૬ લાખનાં ખર્ચે અને કોટડા સાંગાણીમાં રુ. ૧૦ર લાખનાં ખર્ચે બનાવેલા નવા બસ સ્ટેશનનુ ઈ લોકાર્પણ કરાયુ હતુ. આ સમારોહમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, સંગઠનનાં આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. સીએમને રજૂઆત કરવા જતા પ૦ કોંગી કાર્યકરોની અટક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જસદણ - વિંછીયા પંથકમાં વિકાસ કામોનાર્ખાતમૂહૂર્ત અને લોકાર્પણ માટેનાં કાર્યકર્મમાં હાજરી આપવા આવ્યા ત્યારે સ્થાનિક કોંગ્રેસનાં કાર્યકરો ખેડૂતોનાં પ્રશ્નોને લઈ મુખ્યપ્રધાનને પૂર્વ ધાર્સભ્ય ભોળાભાઈ ગોહેલની આગેવાનીમાં રજુઆત કરવા જતા દરમિયાન મોઢુકા નજીક આશરે પ૦ કોંગી કાર્યકરોની અટક કરવામાં આવી હતી. આ વેળાએ કાંગી કાર્યકરોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.જસદણ અને વિંછીયા બંને તાલુકા પંચાયત કોંગ્રૈસનાં કબ્જામાં હોવા છતાં કોઈ કોંગી આગેવાન સીએમનાં કાર્યક્રમમાં હાજર રહયા ન હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.