મુખ્યમાર્ગોની બંને સાઇડની ફૂટપાથ નગરજનોને ચાલવાલાયક રહી નથી
લાખો રૃપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેમયોગ્ય રીતે લેવલિંગ કરવામાં નહીં આવતા બ્લોક ઉખડવા માંડયા તો ઘણી જગ્યાએ ભુવા પડયાંગાંધીનગર ઃ રાજ્યના પાટનગરમાં મુખ્ય માર્ગોની આસપાસ લોકોને અવરજવરમાં
સરળતા રહે તે માટે લાખો રૃપિયાનો ખર્ચ કરીને ફૂટપાથ બનાવવામાં આવી છે. તેની પાછળ
જે કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય ગુણવત્તા વગરની હોવાના કારણે હાલમાં ઠેકઠેકાણે
તૂટવા માંડી છે. તો ચોમાસાની મોસમમાં ઘણી જગ્યાએ મસમોટા ભુવા પડી જવાના કારણે
નગરજનો તેનો ઉપયોગ પણ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. આમ લાખો રૃપિયાનો ખર્ચ
પાણીમાં ગયો હોય તે પ્રકારે હાલમાં શહેરની અંદર ફૂટપાથની હાલત જોવા મળી રહી છે.ગાંધીનગર શહેરમાં મુખ્યમાર્ગોની આસપાસ રાહદારીઓને અવરજવરમાં
સાનુકૂળતા રહે તે માટે તંત્ર દ્વારા ફૂટપાથ બનાવવામાં આવી છે. તેની પાછળ લાખો
રૃપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. ગુણવત્તા વગરની કામગીરી કરવામાં આવી હોય તે
પ્રકારે હાલમાં શહેરના વિવિધ વિસ્તારમાં ફૂટપાથ નજરે પડી રહી છે. જે તંત્રની
કામગીરીની પોલ ખોલી રહી છે. શહેરમાં આડેધડ ખોદકામ કરાયા બાદ યોગ્ય રીતે પુરાણ
કરવામાં નહીં આવતા ફૂટપાથ ઉપર પણ બ્લોક ગોઠવી દેવામાં આવતા હોય છે. જેના પગલે
ચોમાસાની મોસમમાં વરસાદ પડતા બ્લોક ઉખડી
જતા હોય છે. જેથી ઘણી જગ્યાએ મસમોટા ખાડા પણ પડી ગયા છે. તો બીજી તરફ જે
વિસ્તારમાં ફૂટપાથની પાસે ખોદકામ કરાયા બાદ યોગ્ય રીતે ગોઠવવામાં નહીં આવતા બ્લોક
ઉખડી જવાના કારણે નગરજનોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. તંત્ર દ્વારા
લાખો રૃપિયાનો ખર્ચ કરીને આ સુવિધા ઉભી કરવામાં આવી છે પરંતુ તેની યોગ્ય રીતે
જાળવણી કરવામાં નહીં આવતા હાલમાં ગાંધીનગર શહેરના ઘણા વિસ્તારમાં આવેલી
ફૂટપાથ ચાલવાલાયક પણ રહી નથી. જેથી અવરજવર
કરતા રાહદારીઓ પણ તંત્ર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.