આસોદર ઇકો કલબ ફોર મિશન અંતર્ગત એક સપ્તાહ પર્યાવરણ પ્રવૃત્તિ યોજાશે
આસોદર ઇકો કલબ ફોર મિશન અંતર્ગત એક સપ્તાહ પર્યાવરણ પ્રવૃત્તિ યોજાશે
દામનગર ઇકો કલબ ફોર મિશન દ્વારા વિવિધ કાર્યક્રમનું આંસોદર પ્રાથમિક શાળામાં આયોજન
ઈકોક્લબ ફોર મિશન લાઈફ ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત એક અઠવાડિયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અને કાર્યક્રમનું આયોજન શ્રી આંસોદર પ્રાથમિક શાળા તાલુકો લાઠી જિલ્લો અમરેલીમાં કરવામાં આવ્યું છે. જેમાં બાળપણથી જ બાળકો પર્યાવરણ પ્રત્યે જાગ્રત બને અને તેના પ્રત્યે સજાગ રહે, વફાદાર બની રહે એ માટે વિવિધ દિન વિશેષ પ્રવૃત્તિ જેવી કે (૧) સ્વસ્થ જીવન શૈલી અપનાવવી (૨) પૌષ્ટિક ખોરાકની સ્વીકૃતિ (૩ )ઇલેક્ટ્રોનિક કચરા નો યોગ્ય નિકાલ(4) કચરો ઓછો કરો (૫) ઉર્જા બચાવો અભિયાન (૬) પાણી બચાવો અભિયાન (૭) સિંગલ યુઝ પ્લાસ્ટિક વિગેરે...આ સમગ્ર અઠવાડિયા દરમિયાન આ વિષય વસ્તુ ને અનુરૂપ પ્રવૃત્તિ હાથ ધરેલ માટે શાળાના આચાર્ય અને પર્યાવરણ પ્રેમી સુરેશભાઈ નાગલા તથા શિક્ષક ગણ અને બાલ દેવોએ જહેમત ઉઠાવી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.