ભાસ્કર વિશેષ:‘બધું જ’ હાંસલ કરવાને બદલે જરૂરી વસ્તુઓ પર ફોકસ કરવું જોઈએ; જેટલું તમારી પાસે છે તેમાં જ સંતોષ માનશો તો અંદરથી ખુશી મળશે
ટીન વોગની એક્ઝિક્યુટિવ એડિટર રહી ચૂકેલી સંહિતા મુખોપાધ્યાય જણાવે છે કે ‘આપણને શીખવાડવામાં આવે છે કે સારું જીવન જીવવા માટે સખત મહેનત કરવી પડશે. બસ કોર્પોરેટ સીડી ચઢવી અને ‘સંઘર્ષ’ કરવાની જરૂર છે, પછી સપનાં સાકાર...પરંતુ સફળતાની આ વ્યાખ્યા વ્યર્થ છે. સંહિતા કહે છે, મોંઘા કપડાં, મોટા પ્રસંગો, વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ, લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બધું જ હતું પણ હું અંદરથી ખુશ નહોતી. મેં આખરે મારી નોકરી છોડી દીધી કારણ કે હું તે શીખવા માગતી હતી કે પર્યાપ્ત હોવાનો અર્થ શું હોય. જ્યારે આપણી જાતને કહી શકીએ કે હવે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. જાણો આ કેવી રીતે થશે... સંતોષ મહત્ત્વપૂર્ણ : કોસ્મોપોલિટન એડિટર હેલેન ગુર્લી બ્રાઉને તેમના 1982ના પુસ્તક ‘હેવિંગ ઈટ ઓલ: લવ, સકસેસ, મની-ઈવન ઈફ યુ આર સ્ટાર્ટિંગ વિથ નથિંગ’માં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આપણે જીવનમાં બધું જ હાંસલ કરવા માગીએ છીએ તેમ છતાં જીવનમાં ક્યાંય ખુશીનો અભાવ જોવા મળતો હોય છે. જીવનમાં હંમેશા તમારું ધ્યાન સંતોષ પર રાખો. આ સૌથી મહત્ત્વપૂર્ણ છે. પ્રામાણિક બનો: કદાચ તમે બાળકો કે કારકિર્દી ન માગતા હોવ, જરૂર મુજબ કામ કરવા માગતા ન હોવ અથવા પુસ્તકો લખવા માગતા હો. જો તમને પ્રામાણિકપણે લાગે છે કે આ તમારા માટે શ્રેષ્ઠ જીવન છે તો તે કરો. હું જીવનમાં સંતુલન બનાવવા માંગતી હતી તેથી મેં નોકરી છોડી દીધી. પુસ્તક લખવાનું શરૂ કર્યું જેથી જરૂરિયાતો પૂરી થાય. કઠોર ન બનો: ઇચ્છાઓ અને જરૂરિયાતો જીવનભર બદલાશે. સુખનો અર્થ પણ બદલાતો રહેશે. એવું ન વિચારો કે બધા જવાબો હમણાં જ શોધવાના છે, એવું જરૂરી નથી કે જે જવાબો મળે તે સારા જ હોય. પોતાની ખુશી શોધો: તમારું જીવન અન્ય લોકોને કેવું લાગશે તેની ચિંતા કરશો નહીં. તમારી ખુશી તમારી બાબત છે. સુખી કેવી રીતે રહેવું તે તમને બીજું કોઈ શીખવી શકે નહીં. મારો અનુભવ કહે છે કે આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું મારી પાસે તે વસ્તુ છે, જે હું પામવા ઈચ્છું છું, તેમાં જ સાચી ખુશી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.