આવતીકાલે માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર : ભગવાન શિવની પૂજાનું મહત્વ અનન્ય - At This Time

આવતીકાલે માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર : ભગવાન શિવની પૂજાનું મહત્વ અનન્ય


આવતીકાલે તારીખ 16/12/2024 સોમવારનાં રોજ માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર છે. આ ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી. એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી. અને આ વખતે આ નક્ષત્ર તારીખ 16/12/2024નાં છે માટે બધાંએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું મહત્વ છે તેવુ સોમનાથ પૂજારી હસુભાઈ જોષી એ જણાવ્યુ હતું. હસુભાઈએ વધુમા જણાવ્યુ હતું કે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11, 21, 51, કે 108 દિપ અવશ્ય પ્રગટાવવા. આ દિવસે દિપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. માટે બધાંએ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને આ મહાન આદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.