બોટાદ પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતાં યુવાનનું મોત, પરિવારનો લાશ સ્વિકારવાનો ઇન્કાર
બોટાદ પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતાં યુવાનનું મોત, પરિવારનો લાશ સ્વિકારવાનો ઇન્કાર
પોલીસકર્મીઓનું આઇકાર્ડ માંગતા તેઓ પોલીસ સ્ટેશન લઇ ગયા અને પહેલા લાફવાળી કરી દીવાલ સાથે માથું અથડાવયુઃમાથાની નસ ફાટી ગઇ હોવાનું અનુમાન અને બ્રેઇન હેમરેજ થયાનો આક્ષેપ
બોટાદના એક યુવકને પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતા ઇજાના કારણે તેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મોત નીપજ્યું છે. જેથી યુવકના સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આરોપી પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે અને આગામી 6 જૂનના રોજ વધુ સુનાવણી થશે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.