રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલી ગેંગે સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરના ખિસ્સામાંથી 30 હજાર સેરવ્યા, બે મહિલા સહિત 4ની ધરપકડ - At This Time

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલી ગેંગે સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરના ખિસ્સામાંથી 30 હજાર સેરવ્યા, બે મહિલા સહિત 4ની ધરપકડ


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવનના પ્રોફેસર રમેશભાઇ 25 જુલાઈના રોજ રાજકોટના બસપોર્ટ પર પાલીતાણાની બસમાંથી ઉતરી બસમાં બેસી રિક્ષા કરી હતી, બાદમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં અગાઉથી બેઠેલા ગઠિયાઓ પ્રોફેસરના ખિસ્સામાંથી 30,000 કાઢી લીધા હતા અને ત્રિકોણબાગ નજીક બહાનું ધરી ઉતારી દીધા હતા. બાદમાં ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે રિક્ષા ગેંગના નામચીન કાજલ, કેતન, રેખા અને કિશનને દબોચી રોકડ અને રિક્ષા મળી કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.