શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે ૪૮ વિદ્યાર્થીઓએ  રંગબેરંગી  રંગોળી બનાવી - At This Time

શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે ૪૮ વિદ્યાર્થીઓએ  રંગબેરંગી  રંગોળી બનાવી


શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે ૪૮ વિદ્યાર્થીઓએ  રંગબેરંગી  રંગોળી બનાવી

ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે દિવાળી નિમિત્તે વિદ્યાર્થીઓએ રંગબેરંગી રંગોળી બનાવવામાં આવી હતી...
જેમાં ૪૮ બાળકોએ ભાગ લીધો હતો ભાગ લેનાર ૪૮ બાળકોને શ્રી વરન્યા સહદેવભાઇ ભટ્ટ તથા દેવકીબેન ક્ષિતિજભાઇ ત્રિવેદી તરફથી ટીશર્ટ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા ઉપરાંત ઉત્તમ દેખાવ કરનાર ૪ વિદ્યાર્થીઓને સ્કૂલબેગથી પુરસ્કૃત કરવામાં આવ્યા.ભાવનગરના જાણીતા ચિત્રકાર ડોક્ટર શ્રી અશોકભાઇ પટેલ તેમજ શ્રી રમેશભાઇ ગોહિલે બાળકોને વર્કશોપ દ્વારા પ્રાથમિક તાલીમ આપ્યા બાદ પુનઃ નિર્ણાયક તરીકે સેવા આપેલ.શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી ૧૮૬મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૮ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય બને છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.