પ્રાંતિજ ગેડ સહિત તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપના કોઈ પણ કાર્યકર્તા એ ગામમાં પ્રચાર કરવા આવવુ નહીં ના બેનરો લગાવ્યા
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ઘેરાપત્યઘાતો પડયા છે. રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા માંગ સાથે આદોલન શરુ કરી પ્રાંતિજ ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા આવેદન આપ્યા હતા અને પુરૂષોતમ રૂપાલાનો વિરોધ કરી ગામડાઓમાં ભાજપ કાર્યકરોને પ્રવેશ બંધી ના બેનરો લગાવ્યા છે.જેમાં મોયદ વાસ નાથાજી વાસમાં બેનર લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગેડ ગામના ગામજનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા ભાજપના કોઈ પણ પ્રકારના પ્રચાર કરવા માટે બેનર લગાવી રોક લગાવા મા આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.