કડાણા તાલુકામા પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનને લઇને ભારે આક્રોશ. - At This Time

કડાણા તાલુકામા પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનને લઇને ભારે આક્રોશ.


મહિસાગર જીલ્લા નાકડાણા તાલુકાના ગામોમા પરસોત્તમ રૂપાલા ની ક્ષત્રિયો વિરૂદ્ધ ની ટીપ્પણી ને લઇ ને ઠેર ઠેર ભારે વિરોધ જોવા મળી રહેલ છે. મહિસાગર જિલ્લા મહિલા સંગઠન ના પ્રમુખ નીરૂબા સોલંકી અને તેમની ટીમ દ્રારા તાજેતરમાં કડાણા તાલુકાના માળ, ઠાકોરના નાધા, દધાલીયા, કડાણા, મારૂવાડા, દિવડા વિગેરે ગામોમાં ક્ષત્રિય મહિલાઓ સાથે બેઠક કરી મહિલા આત્મ સન્માન ની લડાઈ અગેના ચાલી રહેલ આંદોલન ને વેગવંતુ બનાવવા હાકલ કરી હતી. જેમા ક્ષત્રિય મહીલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયારે સમયાતરે મોટાભાગના ગામોમા ભાજપના આગેવાનો કે કાયૅકરોએ ગામોમાં પ્રવેશ ન કરવાના બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો. જેમા ગતરોજ કડાણા ગામે રાજપુત મહિલાઓએ ભાજપના કોઈ આગેવાન કે કાયૅકરોએ ગામમા પ્રવેશ કરવો નહી તેવા લખાણવાળા બેનર સાથે રેલી યોજી કડાણા બસ સ્ટેશન પાસે જાહેરમાં બેનર લગાવી સુત્રોચ્ચાર કયૉ હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.