નળસરોવર પક્ષી અભિયારણમાં વિદેશી પક્ષીઓનુ આગમન સહેલાણીઓનો જમાવડો - At This Time

નળસરોવર પક્ષી અભિયારણમાં વિદેશી પક્ષીઓનુ આગમન સહેલાણીઓનો જમાવડો


અમદાવાદ : નળ સરોવર ખાતે વિદેશી પક્ષીઓ અને સહેલાણીઓનો જમાવડો
આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી. પરંતુ તે 120 ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી અત્યારે ગુજરાત રાજયના વનવિભાગની છે.
નળ સરોવર ખાતે વિદેશી પક્ષીઓ અને સહેલાણીઓનો જમાવડોનળસરોવર આ વર્ષે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય સરોવર ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ પર્યટકો નળસરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ-રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. તેમજ વધુમાં આ વર્ષે વધુ વરસાદને લઈને નળસરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓને પણ વધુ જોવા મળ્યા હતા.

અમદાવાદ જિલ્લાના વિરમગામ, સાણંદ , બાવળા, બગોદરા નજીક આવેલા પ્રખ્યાત પક્ષીઅભ્યારણ્ય નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની શરૂઆત થતા જ નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઑ ડિસેમ્બરથી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે. નળસરોવરએ 120.08 કીમી.ના છીછરા પાણીમાં પથરાયેવલું છે. જે પક્ષીઅભ્યારણ્ય માટે જાણીતું છે. 250થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે. ઉપરાંત 72 જાતિની માછલીઓ, 48 જાતની લીલ , 72જાતિની સુષ્રુપ્ત વનસ્પતિઓ , 76 જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે.આ બધાને નિહાળવા ડીસેમ્બર મહીનાથી જ ખુબ મોટી સંખ્યામાં દુર દુરથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં નજારો જોવા આવે છે.
નળસરોવર પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય ખાતે આજકાલ ગલ્ફતરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે. આવા પક્ષીઓ માટે આવા સ્થળો માત્ર તરસ નથી છીપાવતા. મસ્તી કરતા કરતાને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદપક્ષીઓ માણે છે. આ પક્ષીઓ (ફ્લેમિંગો) ને કુદરતી સુઝ પણ હોય છે. એટલેકે પાણી જોઇને ગમે ત્યાં ઉતરી પડતા નથી. તેઓ પાણીનું ચોક્કસ લેવલ અને સુરક્ષાની ખાતરી કરીને જ ઉતરાણ કરે છે. આ પક્ષી અભ્યારણ્યમાં દેશી-વિદેશી પક્ષીઓમાં યાયાવર, ગુલાબીપેણ, લડાખી ઘોમડો, ગજપાઉં, ભગતડું , પાનલવા , હંસ, બતક ,સંતાકુકડીપેણ , કાબીપુચ્છ , સીંગપર , કાળી બગલી , ઘોળી બગલી ,ખલીલી ,સર્પગ્રામ , ગયલો ,સારસ, સીસોટી બતક , કુંજ , નીલ ,જળમુરધો ,ભગવી સુરખાબ , મોટી હંજ , શ્ર્વેતપંપજળ , મત્સ્યોભોજ વગેરે પક્ષીઓ મહેમાન બને છે.
આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે 120 ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી અત્યારે ગુજરાત રાજયના વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર ૬૨ કિ.મી. દૂર આવેલું છે. નળ સરોવરનો વિસ્તાર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળો વિસ્તાર છે. આથી તે દરિયા સાથે જોડાયેલો વિસ્તાર હોવો જોઇએ એવું અનુમાન છે. નળ સરોવર પ્રવાસી યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી પણ મેળવે છે.આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી, તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં ધામા નાખે છે. દૂર ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે.

આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી. પરંતુ તે 120 ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી અત્યારે ગુજરાત રાજયના વનવિભાગની છે.

અહી ટાપુ પર દેશી ચૂલા પર બાજરા ના રોટલા રીંગણ નો ઓળો, ગોળ છાસ જેવું જમવાનુ લોકો આરોગતા હોઇ છે

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.