સુરેન્દ્રનગર ખાતે 'સશકત કિશોરી, સુપોષિત ગુજરાત' અન્વયે કિશોરી મેળો યોજાયો. - At This Time

સુરેન્દ્રનગર ખાતે ‘સશકત કિશોરી, સુપોષિત ગુજરાત’ અન્વયે કિશોરી મેળો યોજાયો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોના વરદ હસ્તે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમોનું વિતરણ કરાયું.

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વામી વિવેકાનંદ કોમ્યુનીટી હોલ, જોરાવરનગર ખાતે જિલ્લા કલેક્ટર કે. સી. સંપટની ઉપસ્થિતિમાં 'સશકત કિશોરી, સુપોષિત ગુજરાત' અન્વયે કિશોરી મેળો યોજાયો હતો આ તકે જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા કિશોરીઓને પોષણક્ષમ આહાર સહિતના મુદ્દાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે HB ક્વીન કિશોરીઓને ઇનામ વિતરણ તેમજ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત આંગણવાડીની બહેનો દ્વારા પુર્ણા યોજનાની માહિતી આપતું રંગલા રંગલી નાટક રજુ કરવામાં આવ્યું હતું આ તકે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા દ્વારા કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વિશે, જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી ગોહિલ દ્વારા આરોગ્યલક્ષી માહિતી, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ દ્વારા શિક્ષણને લગતી માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા કો-ઓર્ડીનેટર જાગૃતિબેન દ્વારા સર્વ શિક્ષા અંતર્ગત થતી કામગીરી વિશે, લતાબેન દ્વારા કિશોરીઓને સુરક્ષા તેમજ સાયબર સેફટી વિશે, નિમીષાબેન દ્વારા બાળ સુરક્ષાની યોજના વિશે, કાનુની સેવા સતા મંડળના એડવોકેટ કે.આર.દવે દ્વારા કાયદાકીય માહિતી આપવા આવી હતી તેમજ શીતલબેન પાટડીયા દ્વારા મહિલા આઇ.ટી.આઇમાં ચાલતા વિવિધ ટ્રેડ વિશે સમજૂતી આપવામાં આવી હતી વધુમાં આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ વિભાગ, આરોગ્ય, બાળ સુરક્ષા, શિક્ષણ, કાનુનીસેવા સતા મંડળ સહિતના વિભાગોના સ્ટોલો રાખવામાં આવ્યા હતા તેમજ કિશોરીઓના હિમોગ્લોબીનની ચકાસણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલા અને બાળ સુરક્ષા વિભાગ સહિતના વિભાગના અધિકારી - કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.