ચોરીના મો.સા. સાથે એક ઇસમને પકડી પાડી અમદાવાદ ગ્રામ્યના ધોલેરા પો.સ્ટે. અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૨૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી બોટાદ એલ.સી.બી.ટીમ
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ)
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ બોટાદ એલ.સી.બી.સ્ટાફના પો.કોન્સ.બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા નાઓને બાતમી મળેલ કે ભરતભાઇ નાનજીભાઇ સોલંકી રહે. સોમલપર ગામ તા.વિંછીયા જી.રાજકોટ વાળો ચોરીનું મો.સા. રાખી ચલાવે છે અને સોમલપર ગામથી બોટાદ તરફ આવે છે જે બાતમી આધારે મજકુર ઇસમને પકડી પાડી મો.સા એન્જીન નંબર તથા કેચીસ.નંબરની ખરાઇ કરતા સદરી મો.સા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ધોલેરા પો.સ્ટે. ના ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૯૨૩૦૦૭૮/૨૦૨૩ ઇ.પી.કો.ક ૩૭૯ મુજબનાં કામે ચોરાયેલ હોય સદરહુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.ની કિં.રૂ. ૨૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.