ડુગરવાડા હાઇસ્કુલમાં કન્યા કેળવણી,શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
મોડાસા તાલુકામાં આવેલ શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય, ડુઘરવાડા ખાતે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતન કુવર ગઢવીચારણ ના હસ્તે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે ગુજરાત સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 9 અને 11 માં પ્રવેશ લઈ રહેલ બાલિકાઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે આ બાળાઓને પાઠ્યપુસ્તકો, ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 9 થી 12 માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ઉષાબેન દ્વારા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતન કુંવર ગઢવીચારણ દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સારું શિક્ષણ મેળવે સરકાર દ્વારા જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તેનો ખૂબ જ લાભ લે તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી શ્રી નૈનેશભાઈ દવે સાહેબ, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ઈ.આઈ. શ્રી જયેશભાઈ પટેલ, બી આર સી વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમના અંતે ગુજરાત પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી રતનકુંવર ગઢવીચારણ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના મ.શિ.કિંજલબેન પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા ખૂબ જ સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,942918079 મોડાસા,અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.