સેટેલાઇટ ચોક પાસે તું મારા રૂપિયા આપી દે કહીં કોળી યુવક પર બે શખ્સોનો ધારીયાથી હુમલોે - At This Time

સેટેલાઇટ ચોક પાસે તું મારા રૂપિયા આપી દે કહીં કોળી યુવક પર બે શખ્સોનો ધારીયાથી હુમલોે


સેટેલાઇટ ચોક પાસે રૂપિયાની ઉઘરાણી મામલે કોળી યુવક પર બે શખ્સોએ ધારીયાથી હુમલો કરતાં યુવકને સારવારમાં ખસેડાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે 25 વરિયામાં રહેતો રવિ બાબુભાઇ અખિયાણી (ઉ.વ.18) ગઈકાલે ઘરે હતો ત્યારે મોરબી રોડ પર રહેતાં રાહુલનો ફોન આવ્યો હતો અને તેમને સેટેલાઇટ ચોક પાસે આવેલ મધુવન સ્કૂલ નજીક બોલાવી તું મારા 20 હજાર રૂપિયા કેમ નથી આપતો કહીં રાહુલ અને તેની સાથેના કરણ નામના શખ્સે ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઇજાગ્રસ્તના ભાઈ સાગરે જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે ઘરે હતાં ત્યારે તેના ભાણેજ સાગરનો ફોન આવેલ કે, રવિને બે શખ્સોએ મારમાર્યો છે, જેથી તેઓ ઘટનાસ્થળે જઈ રવીને બનાવ અંગે પૂછતાં જણાવ્યું હતું કે, તેને રાહુલ પાસેથી કોઈ રૂપિયા ઉછીના લીધેલ નથી છતાં મારી પાસે તેમજ ભાણેજ પાસે ખોટી રીતે રૂપિયાની ઉઘરાણી કરી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.