કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોકસોના ગુનામાં ત્હોમતદારના જામીન મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ - At This Time

કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોકસોના ગુનામાં ત્હોમતદારના જામીન મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ


ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો ગુનામાં જામીન મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ, જેની કેસની ખરી હકીકત કુવાડવા પોલીસ સ્ટેશનના હુકુમતમાં આવતા રતનપર ગામે રહેતા ફરિયાદીએ આરોપી ભરતભાઈ ઝાપડીયા વિરુદ્ધ ડિસેમ્બર - ૨૦૨૩માં કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જે ફરિયાદના અનુંસધાને કુવાડવા પોલીસે આઈ.પી.સી. સેક્શન ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(જે),૩૭૬(૩) અને પોકસો કલમ ૪,૧૭ મુજબનો ગુનો નોંધેલ આમ ગુનાના આધારે કુવાડવા પોલીસે ત્હોમતદારની અટક કરેલ અને પોલીસ અધિકારી દ્વારા સઘન અને તટસ્થ તપાસ કરી પુરતા સાધનીક કાગળો સાથે રાજકોટ નામદાર કોર્ટમાં ત્હોમતદારને રજૂ કરેલ અને નામદાર કોર્ટ દ્વારા ત્હોમતદારને જેલ હવાલે કરવામાં આવેલ આમ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અર્ષદ વાય. દલાલ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ત્હોમતદારની જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને બનેલ ઘટના અંગે ઊંડાણપૂર્વક સાથે સઘળી અને સાચી માહિતી એકઠી કરેલ આમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન અરજીની સુનાવણી તારીખ :- ૦૩/૦૭/૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ હોય ત્યારે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ અર્ષદ વાય. દલાલે નામદાર જસ્ટિસ સમક્ષ જોરદાર અને ધારદાર દલીલો કરી નામદાર કોર્ટ સમક્ષ સાચી અને સત્ય હકીકત જણાવેલ અને નામદાર કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અર્ષદ વાય. દલાલની દલીલોને સાંભળેલ અને દલીલોને ધ્યાને લઈ ત્હોમતદારને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવેલ આમ ત્હોમતદારના એડવોકેટ તરીકે જસદણ શહેરના અને હાલ અમદાવાદ શહેરમાં રહેતા અને ગુજરાત હાઇકોર્ટેમાં એડવોકેટની પ્રેક્ટીસ કરતા અર્ષદ વાય.દલાલ રોકાયેલા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.