જુનાગઢ જિલ્લાના રેલ્વે સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનો રાજકોટ ડિવિજન ની કામગીરી ને લઈ તા 9 જૂનથી અસરગ્રસ્ત થતી હોય પેસેજર માટે ગાઈડ લાઈન જાહેર કરી - At This Time

જુનાગઢ જિલ્લાના રેલ્વે સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનો રાજકોટ ડિવિજન ની કામગીરી ને લઈ તા 9 જૂનથી અસરગ્રસ્ત થતી હોય પેસેજર માટે ગાઈડ લાઈન જાહેર કરી


માળિયા હાટીના, ગળું, કેશોદ સહિત જુનાગઢ જિલ્લાના રેલ્વે સ્ટેશન પરથી મુસાફરી કરતા લોકો ને રેલ્વે દ્વારા આગામી 9 જૂન થી રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને 29 જૂન સુધી અસર થશે
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 9 જૂનથી 29 જૂન, 2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 25.06.2024 થી 28.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 26.06.2024 થી 29.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ લોકલ 24.06.2024 થી 28.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ લોકલ 24.06.2024 થી 28.06.2024 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ લોકલ 25.06.2024 થી 28.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ લોકલ 24.06.2024 થી 28.06.2024 સુધી વેરાવળ થી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 26.06.2024 અને 27.06.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસને 26.06.2024 અને 27.06.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચલાવવામાં આવશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
• ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ 2 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 13.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને 24.06.2024 ના રોજ તિરુવનંતપુરમ થી 6 કલાક મોડી એટલે કે 21.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને 25.06.2024ના રોજ ઈન્દોરથી 5 કલાક મોડી એટલે કે 26.06.2024ના રોજ 03.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસને 25.06.2024 ના રોજ જબલપુર થી 4 કલાક મોડી એટલે કે 18.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે તેવી રેલ્વે વિભાગ દ્વારા માહિતી આપેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.