રાજકોટ એઈમ્સમાં 6 માસમાં 10 હજાર દર્દીએ કરાવ્યું નિદાન
સાંસદ મોકરિયાએ મુલાકાત લીધી અને આંક પૂરો થયો, નવા ડેપ્યુટી ડિરેક્ટર પણ હાજર થયા.
એઈમ્સ રાજકોટમાં 31 ડિસેમ્બરથી ઓપીડી સેવાનો આરંભ થયો છે અને માત્ર 6 મહિનામાં જ 10,000 લોકોએ નિદાન કરાવી લીધું છે. એઈમ્સના ડિરેક્ટર ડો. સીડીએસ કટોચે જણાવ્યું હતું કે, રાજકોટ એઈમ્સમાં અલગ અલગ સેવાઓમાં ઓપીડીની સંખ્યા વધી રહી છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાએ ખાસ કિસ્સામાં રાજકોટથી એઈમ્સ સુધી બસ સેવા શરૂ કરતા ગરીબ દર્દીઓને રાહત થઈ છે. જોગાનુંજોગ દર્દીઓની સંખ્યા 9900ની આસપાસ હતી તે દિવસે જ સાંસદ રામભાઈ મોકરિયાએ પણ એઈમ્સની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું અને ત્યારે 107 દર્દી ચકાસણી માટે આવતા હાલ કુલ આંક 10036 થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.