બાલાસિનોર કિશોરવયની છોકરીઓ માં માસિક સ્ત્રાવ ની સ્વચ્છતા અંગે જાગૃતિ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર કિશોરવયની છોકરીઓ માં માસિક સ્ત્રાવ ની સ્વચ્છતા અંગે જાગૃતિ નું આયોજન કરવામાં આવ્યું


ગ્રામીણ વિસ્તારમાં કિશોરવયની છોકરીઓ ને ઉચ્ચ ગુણવત્તાવાળા સેનેટરી નેપકીન પહોંચ અને ઉપયોગ વધારવા માટે.
પર્યાવરણને અનુકૂળ રીતે સેનેટરી નેપક્નિસના સુરક્ષિત નિકાલની ખાતરી કરવી.

બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત શ્રી વાડાસિનોર સ્ત્રી કેળવણી મંડળ એમ.એસ.ડબ્લ્યુ કોલેજ ના સત્ર:૧ ના વિદ્યાર્થી બહેનો મકવાણા પારૂલ,મકવાણા સરોજ,મહેરા અમિષા,જેઓએ ખડગોધરા પ્રાથમિક શાળામાં આંગણવાડી કેન્દ્ર માં રજીસ્ટ્રેશન થયેલ કિશોરી - યુવતીઓ અને શાળામાં અભ્યાસ કરતી કિશોરી ઓને તરૂણ્યવસ્થા દરમિયાન ૠતુસ્ત્રાવ (માસિક ધર્મ) અંગે ની સાર -સંભાળ,સ્વચ્છતા,આરોગ્ય વિશે જાગૃતિ લાવવાના પગલાં લીધા અને આ કાર્યક્રમ માં અધ્યાપકગણ હાજર રહ્યા. અધ્યાપિકા પ્રો.શિવાની જી.કંસારા અને પ્રો. તૃષાબેન.ડી.બારોટ જેઓએ તરુણાવસ્થા દરમિયાન ગુજરાત સરકાર ની યોજનાઓ,સંરક્ષણ માટે ના વિવિધ કાયદો ઓ,પડકારો નો સામનો ક ઇ રીતે કરી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા ,પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અને વિદ્યાર્થી ના સફળ આયોજનથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.