રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પત્નીના પુસ્તકો ખેંચી-ઝઘડો કરી પતિ ત્રાસ ગુજારતો,પોતે ભવિષ્યના નિર્ણયો લેતો - At This Time

રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પત્નીના પુસ્તકો ખેંચી-ઝઘડો કરી પતિ ત્રાસ ગુજારતો,પોતે ભવિષ્યના નિર્ણયો લેતો


રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પત્નીના પુસ્તકો ખેંચી-ઝઘડો કરી પતિ ત્રાસ ગુજારતો એટલું જ નહીં પોતે ભવિષ્યના નિર્ણયો લેતા હોય તેવો દાવો કરતો. સમગ્ર મામલે પરિણીતાએ 181 અભયમનો સંપર્ક કરતા અભયમે પતિની સાન ઠેકાણે લાવી હતી.

રાજકોટની મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કરતાં કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા અને ડ્રાઈવર જયદીપભાઈ મહિલાના ઘરે પહોંચ્યા ત્યારે મહિલા ખુબ જ રડતી હતી. કલાકોના કાઉન્સિલિંગ બાદ મહિલાએ જણાવ્યું હતું કે,તેણી એમ.એ. બી.એડ સુધી ભણેલી છે, જેને લીધે તે ટ્યુશન ક્લાસ ચલાવી રૂ. 50 હજાર કમાઈને ઘર ચલાવતા હતા. પીડિતાએ ઘરની જરૂરીયાતો પુરી કરવા ક્યારેય પતિ પાસે પૈસા માંગ્યા નથી. આત્મનિર્ભર બનીને ઘર ચલાવતા હતા.

તેમ છતાંય તેના પતિ મહિલાને કારકિર્દી ઘડવામાં રોકટોક અને હેરાનગતિ કરે છે. તેમજ મહિલા સાથે યોગ્ય વર્તન પણ કરતા નથી.આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના સમયે મહિલાના પતિ ટી.વી.નો અવાજ મોટો કરે, પુસ્તક ખેંચી લે અને ઝઘડો કરીને મહિલાને વાંચવાના સમયે માનસિક ત્રાસ આપતા હતા.આ ઉપરાંત પતિ પોતે પીડિતાના ભવિષ્યના નિર્ણયો લેતા હતા, અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરી નહી કરવા કહ્યું હતું.181 અભયમની ટીમે પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કરાવી પતિની સાન ઠેકાણે લાવી હતી અને શાંતિથી રહેવા અને જીવનના દરેક સુખ-દુઃખનો સાથે સામનો કરવા સમજાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.