મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમ - At This Time

મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમ


મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પકડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિજયનગર

પોલીસ

પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ તથા શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઇડર વિભાગ ઇંડર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા નાઓની સુચના અન્વયે પ્રોહીની બદી નેસ્ત નાબુદ કરવા સુચના મુજબ તા.૧૨/૦૭/૨૦૨૩ના રોજ અમો એ.વી.જોશી I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અ.પો.કોન્સ વિજયભાઇ રામજીભાઇ તથા અ.પો.કો. નકુલકુમાર લલીતભાઇ તથા અ.લો...નૃપેશકુમાર અરવિંદભાઈ સાથેના પોલીસ કર્મચારી નાઓ સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન અ.પો.કો. નકુલકુમાર લલીતભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે અંબાસા રાજસ્થાન તરફથી એક સફેદ કલરની મારૂતી સુઝીકી અલ્ટો નંબર પ્લેટ વગરની ગાડી અંગ્રેજી દારૂ ભરી પરોસડા ચેકપોસ્ટ ગુજરાત તરફ આવે છે તેવી બાતમી આધારે પરોસડા ચેકપોસ્ટ ઉપર પંચો રૂબરૂ નાકાબંધી કરી બાતમીવાળી સફેદ કલરની મારૂતી સુઝીકી અલ્ટો ગાડી આવતા તે વાહનની આડાશ કરતા ગાડી ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહી અને રોડની સાઇડમાં ઉતારી લીધેલ અને રીવર્સ લઇ યુ-ટર્ન મારી પાછી રાજસ્થાન બોર્ડર તરફ ભગાવેલ અને ગુલાબપુરા ગામની સીમના રોડ ઉપર ગાડી ચાલક ગાડી મુકી ભાગવા લાગતા આરોપીને પીછો કરી પકડી પાડી તેઓના કબજાની મારૂતી સુઝીકી અલ્ટો માં ઝડતી તપાસ કરતા ગાડીમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ -૨૬૪ તથા મુદ્દામાલ વાહન મળી કુલ કિ.રૂ. ૧,૮૨,૪૦૦/-ના પ્રોહી મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ.

અને પકડાયેલ વાહન ચાલક આરોપી (૧) આદેશ ઉર્ફે લાલો સ/ઓ રામલાલ બદાજી જાતે

ડામોર ઉ.વ.૨૨ રહે.ચાલી બોકડા, ચોકલી ફળા, તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન વાળા વિરુધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુન્હા રજી નં.૧૧૨૦૯૦૫૫૨૩૦૩૨૪/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫ (એ.ઇ), વિ. મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ, વિજયનગર પોલીસને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા

મળેલ છે. તા.૧૨/૦૭/૨૦૨૩

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) એ.વી.જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૨) અ.પો.કોન્સ વિજયભાઈ રામજીભાઇ ‎‫ה הר ור ר 7‬‎ uru હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.