શિક્ષક વગર ભણશે ગુજરાત ? દેવળીયા નવા શિક્ષકો દિન ૭ આપવામાં નહી આવે તો આંદોલન - સુખડીયા - At This Time

શિક્ષક વગર ભણશે ગુજરાત ? દેવળીયા નવા શિક્ષકો દિન ૭ આપવામાં નહી આવે તો આંદોલન – સુખડીયા


શિક્ષક વગર ભણશે ગુજરાત ? દેવળીયા નવા શિક્ષકો દિન ૭ આપવામાં નહી આવે તો આંદોલન - સુખડીયા

અમરેલી ના દેવળીયા ગામે થી બે શિક્ષકોની થયેલ બદલીની જગ્યાએ દિન –૭ માં નવા શિક્ષકો આપવામાં નહી આવે તો આંદોલન કરવા ની ચેતવણી આપતા સ્થાનિક અગ્રણી સુખડીયા દેવળીયા પ્રાથમિક શાળા તા.જી.અમરેલી માંથી બે શિક્ષકોની અન્ય પ્રાથમિક શાળાઓમાં બદલીના ઓર્ડરો થઈ ગયેલ છે. દેવળીયા પ્રાથમિક શાળામાં કુલ શિક્ષકો આચાર્યશ્રી ચાર– બહેનો અને પાંચ ભાઈઓ એમ કુલ ૯ શિક્ષકો ફરજ બજાવી રહયા હતા. તથા સ્કુલના બાળકોની સંખ્યા લગભગ ૨૩૦ ની આસપાસ છે. જે બદલી પામેલ છે. તે શિક્ષક –૧ ફારૂકભાઈ જે તેમની પાસે ધોરણ ૮ છે. તેની સંખ્યા ૨૭ છે. ના વર્ગ શિક્ષક સામાજીક વિષયના શિક્ષક હોય ધોરણ–૬ અને ૭ અને ૮ ના કુલ ૧૦૦ વિધાર્થી બાળકો અભ્યાસ ખરાબ થશે તેમજ અન્ય શિક્ષક આનંદભાઈ ભટ્ટ કરીને છે. જેઓ ધોરણ–૩ અને ૪– અને ૫ માં પર્યાવરણ તેમજ અંગ્રેજી વિષય ભણાવે છે. તેમજ તેઓ ધોરણ ૫ ના વર્ગ શિક્ષક પણ છે. આ ધોરણની સંખ્યા લગભગ ૩૫ છે. જો આ શિક્ષકની બદલી થાય તો ધોરણ- ૩–૪–૫ના કુલ ૮૦ જેટલા વિધાર્થીઓ છે. આમ બંન્ને શિક્ષકોની બદલીના ઓર્ડરો થયેલ છે. અમારી પ્રાથમિક શાળાના કુલ ૧૮૦ બાળકો અભ્યાસ ખોરંભે ચડશે યાને બગડશે. તેમજ લાંબા ગાળે બાળ કોને નુકશાન થશે તે પ્રથમ દૃષ્ટિએ જોઈ શકાય તેમ છે. આવી અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે સબંધ કરતા વિભાગ ને વિનંતી કરાય છે શિક્ષકોની બદલી થતા પહેલા અન્ય શિક્ષકોની વ્યવસ્થા દેવળીયા પ્રાથમિક શાળામાં કાયમી કે હંગામી અને સંતોષકારક રીતે કરવામાં આવે જો આ બાળકોના અભ્યાસના હિતમાં દિન ૭ માં વ્યવસ્થા નહી કરવામાં આવે તો ભુતકાળની જેમ ગામના લોકોએ સ્કુલને તાળાબંધી કરવાની ફરજ પડશે.તેવી ચીમકી ઉચ્ચારતા સ્થાનિક કેળવણી પ્રેમી અગ્રણી નાથાલાલ સુખડીયા એ આ અંગેની ગંભીર નોંધ લેવા દેવળીયા ગામ ની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો યોગ્ય અને સંતોષ કારક નિરાકરણ નહી આવે તો પછી ભવિષ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેમાં તંત્ર જવાબદાર રહેશે તેમ વિધાનસભા ઉપ દંડક વેકરિયા જિલ્લા પંચાયત શિક્ષણ ટી પી ઓ સહિત ને પત્ર પાઠવી જણાવ્યું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.