યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ, પાણી, સિક્યુરિટીનો અભાવ, વિદ્યાર્થીઓએ અડધી રાત્રે કુલપતિ બંગલે સૂત્રોચ્ચાર કર્યા - At This Time

યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ, પાણી, સિક્યુરિટીનો અભાવ, વિદ્યાર્થીઓએ અડધી રાત્રે કુલપતિ બંગલે સૂત્રોચ્ચાર કર્યા


ABVP અને વિદ્યાર્થીઓની રજૂઆત બાદ 17મી સુધીમાં તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી અપાઈ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં વારંવાર જુદા જુદા પ્રશ્નો મુદ્દે વિદ્યાર્થીઓએ રજૂઆતો અને સૂત્રોચ્ચાર કરવા પડે છે છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી ત્યારે શનિવારે મોડી રાત્રે યુનિવર્સિટીની ગિરનાર સહિતની હોસ્ટેલોમાં સફાઈ, ગરમ પાણી, પીવાનું પાણી, સિક્યુરિટી સહિતની જુદી જુદી 16 જેટલી સમસ્યાઓ અંગે શનિવારે રાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ કુલપતિ બંગલા પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.