રાજકોટ શહેર ખોડિયારનગરમાં આવેલ આંગણવાડીની મુલાકાત કરતા મ્યુનિ.કમિશનર.
રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઈએ આજે તા.૨૬-૭-૨૦૨૪ના રોજ વોર્ડનં.૧૩ની વોર્ડ ઓફિસ અને ખોડિયારનગરમાં આવેલ આંગણવાડીની મુલાકાત કરી હતી. જ્યાં મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ ઓફિસ ખાતે કરવામાં આવતી કામગીરી ઉપરાંત વોર્ડના નાગરિકો દ્વારા આવતી ઓનલાઈન-ઓફલાઇન ફરિયાદોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વોર્ડનં.૧૩ની વોર્ડ ઓફિસ ખાતેની વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરી જેવી કે, ટેક્સ કલેક્શન, સફાઈ, ડ્રેનેજ સફાઈ, નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોના નિકાલ વેગેરે બાબતે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. સમીક્ષા દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ જરૂરી માર્ગદર્શન અને સંબંધિત અધિકારીને જરૂરી સુચના આપી હતી. વધુમાં ખોડિયારનગરમાં આવેલ આંગણવાડી ખાતે વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત આહાર અને આંગણવાડીમાં સફાઈ અંગે કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જી. અતુલ રાવલ, પી.એ.ટુ કમિશનર એન.કે.રામાનુજ, ડી.ઇ.ઇ. ગુપ્તા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.