હિંમતનગર તાલુકાના હમીરગઢનો બનાવ રેલવે અન્ડર પાસ માંથી બસ પસાર કરવા જતા બસ ડૂબી ગઈ
હિંમતનગર તાલુકાના હમીરગઢનો બનાવ સાબરકાંઠામાં મહીલા કંડકટર તેમજ ડ્રાઈવર નો જીવ જોખમાયો હમીરગઢ ગરનાળમાં બસ ડુબી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મેઘતાંડવ મચાવ્યું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજમાં બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ છે. જ્યારે મહેસાણા જિલ્લામાં વિસનગરમાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતાં કાંસા.એન. એ વિસ્તારમાં જનતાનગર સોસાયટીનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો લુણાવાડામાં સવારના 4 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સાડાછ ઇંચ વરસાદ વરસતાં દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે તેમજ ચિબોટા નદીનાં પૂર આવ્યાં છે.
હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજમાં બસ અને કાર પાણીમાં ગરકાવ
સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે. ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ હતી. હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. પાણી ભરાય એ પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી તેમજ એક કાર પાણી ડૂબી જતાં સીડી વડે કારમાં સવાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી. આસપાસનાં ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.
રિપોર્ટર. હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.