"દેશ ના એકમાત્ર લેઉવા પટેલ" સ્વાતંત્ર્ય સેનાની ગોપાલગ્રામના રાજવી પરિવારે વતનની મુલાકાત લીધી - At This Time

“દેશ ના એકમાત્ર લેઉવા પટેલ” સ્વાતંત્ર્ય સેનાની ગોપાલગ્રામના રાજવી પરિવારે વતનની મુલાકાત લીધી


"દેશ ના એકમાત્ર લેઉવા પટેલ" સ્વાતંત્ર્ય સેનાની ગોપાલગ્રામના રાજવી પરિવારે વતનની મુલાકાત લીધી

ગોપાલગ્રામના રાજવી પરિવારે વતનની મુલાકાત લીધી
ધારી તાલુકામાં આવેલ ઐતિહાસિક ગામ ઢસા હાલનું ગોપાલગ્રામ ખાતે ગામનાં રાજવી પરિવારે વતનની મુલાકાત લીધી હતી.
ત્યાગી રાજવી, સ્વાતંત્ર્ય સેનાની દરબાર ગોપાળદાસ દેસાઈ તથા સત્યાગ્રહી ભક્તિબાના અમેરિકા સ્થિત પૂત્ર ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈ તેમનાં પૂત્ર માર્ક દેસાઈ, સંભવ ધીરેન્દ્રભાઈ દેસાઈ તથા લંડનના સેવાભાવી સૂરેન્દ્રભાઈ પટેલે ગોપાલગ્રામ દરબાર ગઢ, ભક્તિબા કન્યા શાળાની મુલાકાત લીધી હતી.
શ્રી ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારંભને દીપ પ્રાગટય કરી ડૉ. બારીનભાઈએ ઉદ્ઘાટિત કર્યો હતો. રાજાશાહી વખતથી શિક્ષણના હિમાયતી રહેલાં દરબાર સાહેબના પરિવાર દ્વારા ધોરણ ૧ થી ૧૦ ના તેજસ્વી વિદ્યાર્થીઓને માતબર રકમથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.
ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શંભુભાઈ વાડદોરિયા, અગ્રણી ચુનીભાઈ ગજેરા, સરપંચ હરેશભાઈ વાળા, ઉપસરપંચ ગૌતમભાઈ વાળાએ રાજવી પરિવારનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતું, કાર્યક્રમની રૂપરેખા ચુનીભાઈ વાડદોરિયાએ તૈયાર કરી હતી, આ તકે ઉદ્બોધન કરતાં અમરેલી સ્થિત ગોપાલગ્રામના વતની વિપુલ ભટ્ટીએ પ્રજાવત્સલ દરબાર ગોપાળદાસ દેસાઈ તેમજ સેવામૂર્તિ ભક્તિબાના જીવન વિશે રસપ્રદ વાતો કહી હતી, માહિતી સંગ્રહ કરવાના શોખીન નિવૃત શિક્ષક ચંપકભાઈ ધકાણે ગામની તવારિખ સચોટ તારીખ સાથે રજૂ કરી હતી, ડૉ. વાળા સાહેબે પ્રજાપ્રિય રાજાના જીવનમૂલ્યોમાંથી પ્રેરણા લેવા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ મંડળના મેનેજીંગ ટ્રસ્ટી રાજુભાઈ ઠુમ્મર, ટ્રસ્ટીઓ પ્રતાપભાઈ વાળા, નંદલાલભાઈ ગોહિલ, જીતુભાઈ ગજેરા, રમણિકભાઈ ઠુમ્મર, કિર્તી ભટ્ટ, કેશુભાઈ વાડદોરિયા, બાબુભાઈ વાડદોરિયા, અરવિંદભાઈ ઠુમ્મર, સવજીભાઈ વાડદોરિયા, રાજુભાઈ, બાબુભાઈ સુતરિયા, આલાભાઈ વાળા, પ્રતાપભાઈ પત્રકાર, દલસુખભાઈ રાઠોડ, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ભરતભાઈ મહેતા, કુમાર શાળાના આચાર્ય અરૂણભાઈ ચૌહાણ, કન્યા શાળાના આચાર્ય મેધાબેન પંડ્યા, દેવેનભાઈ ભટ્ટ, વસંતભાઈ અગ્રાવત, ઘનશ્યામભાઈ રામાણી, સંજય વાડદોરિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સુંદર સંચાલન હેતલબેન કાચાએ કર્યુ હતું તેમજ વિદેશથી પધારેલા મહેમાનોની આભારવિધિ ઈંગ્લિશમાં વિષય શિક્ષક અરવિંદભાઈ વઘાસિયાએ કરી હતી, ગામની સુવિધાઓ તેમજ સ્વચ્છતા જોઈ દેસાઈ પરિવારે આનંદની લાગણી વ્યકત કરી હતી તેમ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.