દેશમાં મોનસૂન ટ્રેકર:યુપીના 21 જિલ્લામાં પૂર; બિહારમાં ગંગામાં પૂર, 110 લોકોનુ રેસ્ક્યૂ; MP સહિત 19 રાજ્યોમાં એલર્ટ
ઉત્તર પ્રદેશના 21 જિલ્લાના 500થી વધુ ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. ગંગા, યમુના, ઘાઘરા, શારદા અને સરયુ સહીતની નદીઓમાં પૂર આવ્યું છે. શાહજહાંપુરમાં સ્ટેટ હાઈવે પર એક યુવક વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. પહાડોમાં ભારે વરસાદને કારણે બિહારના ભાગલપુર, મુંગેર અને બેગુસરાયમાં ગંગાની જળસપાટી વધારો થયો છે. મુંગેરના ચંડિકા સ્થાનના ગર્ભગૃહમાં 5-6 ફૂટ સુધી પાણી ભરાયું હતું. પટનામાં NH-31 પર ગંગાના પાણીના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભાગલપુરની તિલકમંઝી યુનિવર્સિટીમાં પણ પાણી ફરી વળ્યા છે. શુક્રવારે યુનિવર્સિટીમાં 110 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા. હવામાન વિભાગે શનિવારે મધ્યપ્રદેશ સહિત 19 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં ચોમાસામાં 177 લોકોના મોત
શુક્રવારે સવારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે 29 રસ્તાઓ બંધ રહ્યા હતા. તેમાંથી સૌથી વધુ 10 રસ્તા કાંગડાના હતા. રાજ્યમાં 1 જૂનથી 20 સપ્ટેમ્બર વચ્ચે 573.4 મિમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે 705.5 મીમી વરસાદ પડે છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 177 લોકોના મોત થયા છે. 31 લોકો ગુમ છે. રાજ્યોમાં હવામાનની તસવીરો... 22 સપ્ટેમ્બરે 6 રાજ્યોમાં વરસાદ આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વધુ 16 દિવસ એક્ટિવ રહેશે ચોમાસું વધુ 16 દિવસ એક્ટિવ રહેવાનું કારણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.