દેશમાં મોનસૂન ટ્રેકર:યુપીના 21 જિલ્લામાં પૂર, 24 કલાકમાં 4ના મોત, બિહારમાં ગંગામાં પૂર; હિમાચલમાં ભૂસ્ખલન- વરસાદથી 74 રસ્તાઓ બંધ
ઉત્તર પ્રદેશમાં 6 દિવસથી સતત વરસાદને કારણે 21 જિલ્લામાં પૂર આવ્યું છે. 200થી વધુ ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. વારાણસીમાં 85 ઘાટ અને 2 હજાર નાના-મોટા મંદિરો ગંગામાં ડૂબી ગયા છે. ઘાટની બાજુમાં આવેલી વસાહતોમાં પાણી ભરાઈ ગયા હતા. 25 હજાર લોકોએ ઘર છોડવું પડ્યું છે. બીજી તરફ બિહારના આરામાં પણ ગંગામાં પૂર આવ્યું છે. બક્સરમાં પૂરના કારણે રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ગયામાં 100થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના કુમારહટ્ટીમાં ભૂસ્ખલન થયું છે. જેના કારણે નેશનલ હાઈવે 5 બંધ થઈ ગયો હતો. રાજ્યમાં ભારે વરસાદને કારણે 74 રસ્તાઓ બંધ છે. મંગળવારે હવામાન વિભાગે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 18 સપ્ટેમ્બરે 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે રાજસ્થાન, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે હિમાચલના ઘણા જિલ્લામાં વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપી છે. દેશભરના હવામાનની તસવીરો... 18 સપ્ટેમ્બરે 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વધુ 16 દિવસ એક્ટિવ રહેશે ચોમાસું વધુ 16 દિવસ એક્ટિવ રહેવાનું કારણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.