ગંગાના 65 ઘાટ ડૂબ્યા, 250 ગામ જળમગ્ન:NDRF તહેનાત; MPમાં તળાવ છલકાતાં 20 ગામ એલર્ટ, હિમાચલમાં લેન્ડસ્લાઇડથી 2 નેશલન હાઈવે બંધ - At This Time

ગંગાના 65 ઘાટ ડૂબ્યા, 250 ગામ જળમગ્ન:NDRF તહેનાત; MPમાં તળાવ છલકાતાં 20 ગામ એલર્ટ, હિમાચલમાં લેન્ડસ્લાઇડથી 2 નેશલન હાઈવે બંધ


ઉત્તરપ્રદેશમાં ગંગા અને યમુનામાં પૂર આવ્યું છે. 15 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત છે. વારાણસીમાં ગંગામાં 65 ઘાટ ડૂબી ગયા છે, જ્યાં NDRF તહેનાત કરાઈ છે. લખીમપુરમાં શારદા નદીનું જળસ્તર વધવાને કારણે 250 ગામોમાં પાણી ભરાઈ ગયાં છે. લગભગ 2.50 લાખ લોકો અસરગ્રસ્ત છે. મધ્યપ્રદેશના મુરેનામાં તળાવનો પાળો તૂટવાથી 4 ગામોમાં પાણી ફરી વળ્યાં છે. જેના કારણે 20 ગામોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં વરસાદના કારણે છેલ્લા 2 દિવસમાં 26થી વધુ લોકોના મોત થયા છે. જયપુર સહિત 4 જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સોમવારે (12 ઓગસ્ટ) હિમાચલ પ્રદેશના ચમ્બામાં એક પહાડ પરથી પથ્થરો પડવાને કારણે 2 લોકોના મોત થયા હતા. યુપીમાં ચોમાસા દરમિયાન 33 જિલ્લામાં પૂર, 17 લોકોના મોત હિમાચલમાં ભૂસ્ખલનને કારણે 2 નેશનલ હાઈવે બંધ દેશભરના વરસાદની તસવીરો.. 14 ઓગસ્ટે 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ રાજ્યોમાં હવામાનની સ્થિતિ... મધ્યપ્રદેશઃ ગ્વાલિયર-જબલપુર સહિત 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, અત્યાર સુધી સિઝનનો 72% વધુ વરસાદ IMDએ જબલપુર સહિત 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વાવાઝોડાં અને હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં સિઝનનો 72%થી વધુ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં 23.1 ઈંચ વરસાદ પડવો જોઈતો હતો, પરંતુ 27 ઈંચ વરસાદ પડ્યો છે. ઉત્તર પ્રદેશ: 20 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, 24 કલાકમાં 12.1 મિમી વરસાદ; 16મી ઓગસ્ટ સુધી હવામાન આવું જ રહેશે યુપીના 20 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 16 ઓગસ્ટ સુધી હવામાન આવું જ રહેશે. રાજ્યમાં ગંગા અને યમુના છલકાઈ છે. જેના કારણે 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. વારાણસીના 65 ઘાટ હાલમાં ગંગામાં ડૂબી ગયા છે, જ્યાં NDRF તહેનાત છે. હરિયાણા: 6 જિલ્લામાં વરસાદની ચેતવણી, યમુનાનગરમાં 2 મકાનોની છત તૂટી પડી હરિયાણામાં છેલ્લા 3 દિવસથી ચોમાસું સંપૂર્ણ રીતે એક્ટિવ છે. હવામાન વિભાગે 6 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં મહેન્દ્રગઢ અને રેવાડીનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 13.8 મિમી વરસાદ નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.