આવું તો ST બસમાં પણ ન થાય!:રનવે પર ફ્લાઇટ, પાયલોટ ટેક-ઓફ માટે તૈયાર, પણ ક્રૂ મેમ્બર્સ ગાયબ થતાં મુંબઈથી ભુજ આવતા લોકો રઝળી પડ્યા - At This Time

આવું તો ST બસમાં પણ ન થાય!:રનવે પર ફ્લાઇટ, પાયલોટ ટેક-ઓફ માટે તૈયાર, પણ ક્રૂ મેમ્બર્સ ગાયબ થતાં મુંબઈથી ભુજ આવતા લોકો રઝળી પડ્યા


મુંબઈથી ભુજ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 601 સાથે રવિવારે એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. હકીકતમાં આ ફ્લાઈટ સવારે 6.50 વાગ્યે મુંબઈથી ભુજ માટે ઉપડવાની હતી પરંતુ કેટલાક કલાકો પછી પણ ફ્લાઈટ મુંબઈથી ટેકઓફ થઈ શકી નહોતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઇટના ટેકઓફમાં સતત વિલંબ થવાનું સૌથી મોટું કારણ ક્રૂ મેમ્બર્સની ગેરહાજરી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ સમયસર પહોંચી ગઈ હતી પરંતુ જે ક્રૂ તેની સાથે ઉડવાનું હતું તે ફ્લાઈટ પર સમયસર પહોંચી શક્યું ન હતું. આવી સ્થિતિમાં મુસાફરોને બોર્ડિંગ માટે કલાકો સુધી રાહ જોવી પડી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારણોસર મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના ડિસ્પ્લેને પણ બંધ રાખવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, હજુ પણ ક્રૂની રાહ જોવાઈ રહી છે. ક્રૂ મેમ્બર ન આવવાને કારણે ફ્લાઇટના ટેકઓફમાં વિલંબનો માર મુસાફરોને ભોગવવો પડી રહ્યો છે. આ વિલંબથી મુસાફરો ભારે પરેશાન જણાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરો એર ઈન્ડિયાને ફ્લાઈટ મોડી થવાનું કારણ પૂછી રહ્યા છે પરંતુ એરલાઈન્સ તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. મુંબઈ એરપોર્ટ પર આ ફ્લાઈટમાં સવાર મુસાફરોનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુસાફરો ફ્લાઈટમાં ચઢવા માટે લાઇનમાં ઉભા છે પરંતુ કોઈ તેમને આગળ જવા દેતું નથી. આવી જ બીજી એક ઘટના મુંબઈ-દોહા ઈન્ડિગોની ફ્લાઈટમાં બની હતી ફ્લાઇટ 6 કલાકના વિલંબ બાદ રદ થઈ, વિમાનમાં 200-300 મુસાફરો ટેક ઓફની રાહ જોતા હતા; પેસેન્જરે કહ્યું- પાણી પણ નથી મળ્યું મુંબઈથી દોહા, કતાર જતી ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 6 કલાક મોડી પડતાં રવિવારે (15 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ 6E 1303 સવારે 3.55 કલાકે ટેક ઓફ કરવાની હતી. મુસાફરો પ્લેનમાં બેસી ગયા, પરંતુ ફ્લાઇટ કલાકો સુધી રનવે પર ઊભી રહી હતી. એનડીટીવી અનુસાર ફ્લાઈટમાં 200 થી 300 લોકો સવાર હતા. મુસાફરોએ લગભગ 5 કલાક સુધી ફ્લાઈટ ઉપડવાની રાહ જોઈ. તેઓને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે ઇમિગ્રેશન સમાપ્ત થઈ ગયું હતું. એક મુસાફરે દાવો કર્યો કે આ સમયગાળા દરમિયાન તેને પાણી અને ભોજન પણ નહોતું મળ્યું. જ્યારે મુસાફરોનો ગુસ્સો વધી ગયો તો ક્રૂ મેમ્બરોએ તેમને ફ્લાઈટમાંથી ઉતરવા દીધા અને ઈમિગ્રેશન વેઈટિંગ એરિયામાં લઈ ગયા. ઈન્ડિગોએ કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ કહ્યું- મુસાફરો માટે હોટલ બુક કરી રહી છે એરલાઈને પોતાના નિવેદનમાં કહ્યું કે પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એક કે બે વાર ટેક ઓફ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. એટલા માટે અમે ફ્લાઇટ કેન્સલ કરી છે. આગામી ફ્લાઇટ માટે રિ-બુકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર, અમારી ટીમે મુસાફરોને ખાવા-પીવાની વસ્તુઓ પૂરી પાડી અને દરેક જરૂરિયાતમાં મદદ કરી. મુસાફરો માટે હોટેલ બુક કરવામાં આવી રહી છે. ક્રૂ મેમ્બર ન આવવાને કારણે મુંબઈ-ભુજ ફ્લાઈટ પણ મોડી પડી હતી
મુંબઈથી ભુજ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 601 પણ રવિવારે મુંબઈ એરપોર્ટ પર મોડી પડી હતી. આ ફ્લાઈટ સવારે 6:50 વાગ્યે મુંબઈથી ભુજ માટે ઉપડવાની હતી. ફ્લાઇટ સમયસર પહોંચી, પરંતુ જે ક્રૂ ઉડવાનું હતું તે સમયસર પહોંચ્યું ન હતું. આવી સ્થિતિમાં મુસાફરોને બોર્ડિંગ માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટના મુસાફરોએ હંગામો મચાવ્યો
આ પહેલા શનિવારે (14 સપ્ટેમ્બર) સ્પાઈસ જેટના મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો. દિલ્હીથી દરભંગા જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ બોર્ડિંગની માત્ર 5 મિનિટ પહેલા જ રદ કરવામાં આવી હતી. એરલાઈન્સની જાહેરાત બાદ દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 3 પર ગેટ નંબર 62ની સામે બોર્ડિંગની રાહ જોઈ રહેલા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. કેટલાક મુસાફરોનો આરોપ છે કે એરલાઇન છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી-દરભંગા રૂટ પર સતત ફ્લાઇટ્સ રદ કરી રહી છે. એરલાઈન્સે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.