રાજયમાં ચાંદીપુરા વાઇરસના કહેરને પગલે આરોગ્ય મંત્રી હિંમતનગર સીવીલની મુલાકાતે
હાલમાં સમગ્ર રાજ્યામાં ચાંદીપુરા વાઈરસે કહેર મચાવ્યો છે ત્યારે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુલાકાત લીધી હતી અને PICUમાં દાખલ બાળદર્દીઓની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા. ત્યાર બાદ તબીબો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું હતું કે, ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ છે'સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરી આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં PICUમાં દાખલ બાળ દર્દીઓ અને તેમના પરિવારજનોને ખબર અંતર પૂછી હતી. 15 PICU વોર્ડમાં 20 મિનિટના રોકાણ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબો, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કલેક્ટર, ડીડીઓ, હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ સહિત હોદ્દેદારો સાથે બેઠક યોજીને તમામ માહિતીથી અવગત થયા હતા.
વાઇરસના સેમ્પલની તપાસ પુનાને બદલે ગાંધીનગરમાં કરાશે
હિંમતનગર સિવિલમાં સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસને માત આપવા માટે આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો કર્યો હતો. સાથે ચાંદીપુરા વાઈરસની સારવારની એસોપી તૈયાર કરી દેવામાં આવી છે. વાઇરસના સેમ્પલ તપાસ માટે પુનાને બદલે ગાંધીનગરમાં તપાસ કરવામાં આવશે જેની શરૂઆત ઝડપી થશે. આરોગ્યમંત્રીએ હિંમતનગર સિવિલ હોસ્પિટલની સ્વચ્છતા બાબતે પણ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને સૂચના આપવામાં આવી હતી. તબીબો સાથે સમીક્ષા બેઠક કરી આ મુલાકાત સમયે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાબરકાંઠા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 14 કેસ આવ્યા હતા. જેમાં 6 બાળકોના મોત થયા છે. એક બાળકીને રજા અપાઈ છે. જ્યારે 7 બાળકો સારવાર હેઠળ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાનું 6 મહિનાનું બાળક વેન્ટીલેટર પર PICU વોર્ડમાં છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઈરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રીએ જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા સૂચન કર્યું હતું. જો તાવ, ઝાડા, ઉલટીના સામાન્ય લક્ષણો બાળકોમાં જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં બાળકોને દાખલ કરવા જાણ કરી હતી. રાજ્યમાં આજે 47 કેસો અને અન્ય રાજ્યના 3 મળી કુલ 50 કેસ છે. બે કેસ ચાંદીપુરાના છે. જેમાં 16 બાળકોના મોત થયા છે. જેમાં કન્ફર્મ ચાંદીપુરા વાઈરસથી બેના મોત થયા છે.
રિપોર્ટર સદ્દામ મનસુરી
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.