ફ્લેક્સિબલ વર્ક પ્લેસ અને વર્ક ફ્રોમ હોમ ઈકોસિસ્ટમ ભવિષ્યની જરૂર: PM મોદી
- પીએમ નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં દેશની વધતી અર્થવ્યવસ્થાનો શ્રેય શ્રમિકોને આપ્યો નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવારકેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આંધ્રપ્રદેશમાં આયોજિત કરવામાં આવેલા બે દિવસીય રાષ્ટ્રીય સમ્મેલનમાં ગુરૂવારે 25 ઓગષ્ટ 2022ના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન આપ્યું હતું. આ સંબોધનમાં પીએમ મોદીએ દેશમાં ફ્લેક્સિબલ વર્ક પ્લેસ અને વર્ક ફ્રોમ હોમ ઈકોસિસ્ટમ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, દેશના શ્રમ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને વધારવા માટે વર્ક ફ્રોમ હોમ ઘણું મદદગાર સાબિત થઈ શકે છે. અમૃતકાળ માટે તૈયાર થઈ રહ્યું છે વિજનશ્રમ મંત્રાલય તરફથી આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતનું શ્રમ મંત્રાલય અમૃત કાળમાં વર્ષ 2047 માટે પોતાનું વિજન તૈયાર કરી રહ્યું છે. આગળ જતા કામના અનુકુળ કાર્યસ્થળો, વર્ક ફ્રોમ હોમ ઈકોસિસ્ટમ અને ફ્લેક્સિબલ વર્કિંગ આવરની જરૂરત પડશે. તેની મદદથી આપણે મહિલાઓના લેબર પાવરનો ભરપૂર અને ઉચિત ઉપયોગ કરી શકીએ છે. અર્થવ્યવસ્થાનો શ્રેય શ્રમિકોનેપીએમ નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં દેશની વધતી અર્થવ્યવસ્થાનો શ્રેય શ્રમિકોને આપ્યો હતો. તેમણે કહ્યું કે, દેશે વિશ્વમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. જેનો મોટા ભાગનો શ્રેય લાખો શ્રમિકોને જાય છે. આપણી નારી શક્તિનો ભરપૂર ઉપયોગ કરવોપીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારી આંકડા પ્રમાણે ભારતની મહિલા કાર્ય ભાગીદારી દર વર્ષે 2021 માટે લગભગ 25% હતી જે ઉભરતી અર્થ વ્યવસ્થા માટે સૌથી ઓછી છે. પીએમ મોદીએ કહ્યું કે, જો આપણે પોતાની નારી શક્તિનો ઉપયોગ કરીએ તો ભારત પોતાના લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરી શકે છે. હાઈ-ક્વોલિટી વર્ક ફોર્સ તૈયાર કરવીપીએમ મોદીએ કહ્યું કે, 21મી સદીમાં દેશની સફળતા એ વાત પર નિર્ભર કરશે કે, તેણે આવનાર વર્ષોમાં પોતાના વસ્તી વિષયક લાભનો કેટલો ઉપયોગ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે આ તકનો ઉપયોગ કરી હાઈ-ક્વોલિટી વર્ક ફોર્સ તૈયાર કરી શકીએ છીએ અને અનેત તકનો લાભ લઈ શકીએ છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.