શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ - At This Time

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪


મોડેલ સ્કૂલ જસદણમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. જેમાં જિલ્લા કક્ષાના રમત-ગમત અધિકારી વી.પી. જાડેજા સર,નગર પાલિકાના ચીફ ઓફિસર શેખસર, લાયઝન ઓફિસર ભરતકુમાર આર. ચૌહાણ, મોડેલ સ્કૂલના આચાર્ય મે નેહાબેન, CRC દેવિકાબેન, વાજસુરપરા ક્લસ્ટરના પ્રાથમિક શાળાના આચાર્યો, SMDC સમિતિના સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળા ના ધોરણ-૧, મોડેલ સ્કૂલના ધોરણ-૯ અને ૧૧ ના બાળકોને પ્રવેશ આપી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાકીય સ્કોલરશીપ નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિશે પણ માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ મોડેલ સ્કૂલ જસદણના ધોરણ -૧૦ અને ૧૨ આર્ટસ અને સાયન્સમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. તેમજ મહાનુભાવો દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવેલ. અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમનો હેતુ શિદ્ધ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.