ગુજરાત હવે ડ્રગ્સનો સિલ્કરૂટ જ નહીં , પણ મેન્યુફેક્ચરિંગ હબ બન્યું , ત્રણ દિવસમાં બે ફેક્ટરી ઝડપાઈ. - At This Time

ગુજરાત હવે ડ્રગ્સનો સિલ્કરૂટ જ નહીં , પણ મેન્યુફેક્ચરિંગ હબ બન્યું , ત્રણ દિવસમાં બે ફેક્ટરી ઝડપાઈ.


એક વર્ષ પહેલા મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનું 30 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું . વિશ્વ સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો સિલ્કરૂટ બની ગયો હતો . તેમજ એક જ વર્ષમાં 25000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે . 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું . આ પહેલા પણ રાજ્યમાં અનેકવાર ડ્રગ્સની ફેક્ટરીઓ ઝડપાઈ ગઈ છે . જો કે ગુજરાત હવે ડ્રગ્સનો સિલ્કરૂટ જ નહીં , પણ મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂક્યું છે . લાઈક રાજ્યમાં ત્રણ દિવસમાં જ 803 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે . જેમાંથી અડધો ટન ડ્રગ્સ તો મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે . અન્ય રાજ્યોની એજન્સીઓ આવીને ડ્રગ્સ પકડી જાય છે , પણ આપણી ઉંઘતી પોલીસને ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીઓ દેખાતી નથી . આમ ગુજરાત પોલીસના નાક નીચે જ ગુજરાતમાં ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.