ડભોડા દહેગામ સહિતના 125 થી વધુ ભક્તો ગંગા સ્નાન યાત્રામાં જોડાયા - At This Time

ડભોડા દહેગામ સહિતના 125 થી વધુ ભક્તો ગંગા સ્નાન યાત્રામાં જોડાયા


ડભોડા થી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સતત 25માં વર્ષે હરિદ્વાર ગંગા સ્નાન યાત્રાનો આરંભ

ડભોડા દહેગામ સહિતના 125 થી પણ વધુ ભક્તો ગંગા સ્નાન યાત્રામાં જોડાયા

હરિદ્વાર ચેરટેબલ ટ્રસ્ટના સંસ્થાપક બાબુસિંહજી સોલંકી દ્વારા દર વર્ષે યાત્રાનું આયોજન કરવામાં આવે છે

ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડભોડા ખાતેથી આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હરિદ્વાર ગંગા સ્નાન યાત્રા કરવા માટે ડભોડા દહેગામ સહિત આસપાસના 125 થી પણ વધુ ભક્તો રવાના થયા હતા . સતત 25 વર્ષથી હરિદ્વાર ચેરીટેબલ ટ્રસ્ટ ના બાબુસિંહજી નાનાજી સોલંકી દ્વારા યાત્રાનું આયોજન નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. આ યાત્રામાં સિનિયર સિટીઝન, વૃદ્ધ અબાલ , વૃદ્ધ સૌ લોકો જોડાય છે. વર્ષમાં બબ્બે વાર યાત્રા કરાવવાનું પણ આયોજન કરવામાં આવેલું છે .૭૦૦૦ હજાર લોકો અત્યાર સુધી યાત્રા કરી ચૂક્યા છે.પોતાના વૃદ્ મા-બાપ અને સિનિયર સિટીઝનો ને હરિદ્વાર યાત્રા કરવાનો એક સ્વપ્ન હોય છે જે સ્વપ્ન આજની દોડધામભરી જિંદગીમાં પરિવારનું જીવન નિર્વાહ કરવામા અતિવ્યસ્ત સંતાનો પોતે કરી શકતા નથી . શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રયાણ કરેલી યાત્રા આગામી સોમવારના રોજ પરત ડભોડા ફરશે. જયશ્રી ડભોડિયા હનુમાનજી જય શ્રી રામના નારા સાથે હર હર ગંગાના નાથ સાથે આજે યાત્રા ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનથી રવાના થઈ હતી. યાત્રામાં સેવા ભાવનાથી બાબુસિંહજી સોલંકી, મનોજસિંહ સોલંકી, શંકરભાઈ ખત્રી, ગોવિંદસિંહ બિહોલા, બલરામ મહારાજ, સુનિલભાઈ પટેલ સહિતના યુવાનો જોતરાયા હતા.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.