સામખયારી પી.એચ.સી મા પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવી - At This Time

સામખયારી પી.એચ.સી મા પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવી


ભચાઉ તાલુકાના સામખીયાળી પી.એચ.સી માં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. સુતરીયા સાહેબ તેમજ સામખયારીના મેડીકલ ઓફીસર ડો. સુનિલ જાનીના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા મેડિકલ ઓફિસર ડોક્ટર સુનિલ જાની, પી.એચ.સી ના સુપરવાઇઝર ધવલભાઇ અને કેતનાબેન તેમજ એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન દ્વારા પિયર એજ્યુકેટર ને સમતોલ આહાર વિષે તેમજ પિયર એજ્યુકેટર ની ભુમિકા પિયર એજ્યુકેટરના કૌશલ્ય તેમજ પર્સનલકેર અને ૧૦ થી ૧૯ વર્ષની અવસ્થા દરમિયાન શારિરીક, માનસિક, ભાવાત્મક અને સામાજીક ફેરફારો વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ IFA ગોળી,રસીકરણ ટી.ટી ની રસી ૧૦ થી ૧૬ વર્ષે મુકાવવા માટે કિશોર-કિશોરીઓને જાગૃત કરવા માટે સમજણ આપી તેમજ કિશોર-કિશોરીઓને બી.એમ.આઇ વિષે તેમજ દર મહિને યોજાતા મમતા તરૂણી સેશનમાં H.B ની તપાસ વિષે આલબેન્ડાઝોલનુ મહત્વ,લીલાપાંદળા વાળા શાકભાજી, તેમજ શારીરિક કશરત યોગ ધ્યાન, પ્રાણાયામ ના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પી એચ સી ના એફ એ સરોજબેન તેમજ સ્ટાફગણ અને આશા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા . આ કાર્યક્રમમાં એજ્યુકેટરને પિયર કીટ તેમજ ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું હતું તમામ ને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.