ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, સીધી અહીં કરો ફરિયાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં તેમણે નાગરિકો તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજૂઆતો કરી શકે તે માટેના પોર્ટલનું લૉન્ચિંગ કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 'સ્વાગત'ની વર્ષ 2003થી શરૂઆત કરાવેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.