ગઢડા (સ્વામી.) બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૫૦૦૦ ફળઝાડના રોપાનું વિતરણ
ગઢડા (સ્વામી.) બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૫૦૦૦ ફળઝાડના રોપાનું વિતરણ
ગઢડા (સ્વામી.) બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૫૦૦૦ ફળઝાડના રોપાનું વિતરણ
ભગવાન સ્વામિનારાયણના ચરણસ્પર્શથી પાવન થયેલ
તીર્થભૂમિ ગઢપુરમાં, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં, બે દાયકા કરતા વધુ સમયથી અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય,પર્યાવરણ, જળસંચય, વ્યસનમુક્તિ, સ્ત્રીઉત્કર્ષ, ગૌશાળા, પ્રાકૃતિક ખેતી વગેરે ક્ષેત્રોમાં જનજાગૃતિ લાવવાનું અને સમાજસેવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિના એક ભાગરૂપે બીએપીએસ પર્યાવરણ સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં લાખો વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સંતો તેમજ ભાવનગરથી ખાસ ઉપસ્થિત રહેલ દિવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના ચીફ એડિટર શ્રીતારકભાઈ શાહ, ભાવનગરના જાણીતા શેઠ બ્રધર્સના માલિક વૃક્ષપ્રેમી એવા શ્રીદેવેનભાઈ શેઠ, તેમજ ગઢડા શહેરના સેવાભાવી રાજકીય અને સામાજિક મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. ગુરુપૂર્ણિમાના,દિવસે આ કાર્યક્રમ યોજાયો હોય તેથી પૂજ્ય ભક્તિતનય સ્વામીએ ગુરુના મહિમા વિષયક પ્રવચનનો લાભ આપ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોમાંથી શ્રી આર ટી પટેલ સાહેબ, શ્રીહમીરભાઇ લાવડીયા, શ્રીમોહનભાઈ ડવ, શ્રીઅર્જુનભાઈ રાજ્યગુરુ, પ્રોફેસર શ્રીરમેશભાઈ પંડ્યા, શ્રીસંજયભાઈ ઠાકર, શ્રી કિરીટભાઈ હુબલ, ગઢડાના સેવાભાવી ડોક્ટરશ્રી કળથિયા સાહેબે તેમજ દેવેનભાઈ શેઠે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં બીએપીએસ સંસ્થા દ્વારા થતી
વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ત્યારબાદ સંતો અને મહાનુભાવોએ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી મહંત સ્વામી મહારાજનું પૂજન કર્યું હતું. ત્યારબાદ વિતરણ કરવામાં આવનાર વૃક્ષનું પૂજન કરી વિવિધ ગામોના પ્રતિનિધિઓને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સંતો દ્વારા સભામાં ઉપસ્થિત સભાજનોને રોપાઓને યોગ્ય જગ્યાએ રોપી કાળજીપૂર્વક ઉછેરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આજના ગુરુપૂર્ણિમા અને વૃક્ષારોપણના પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પાઠવેલ આશીર્વાદનું શ્રવણ કરવામાં આવ્યુંહતું. ત્યારબાદ ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી સાધુઅધ્યાત્મ સ્વરૂપદાસ સ્વામીએ પ્રસંગને અનુરૂપ જીવનમાં ગુરુ અને વૃક્ષની સામ્યતા અને અનિવાર્યતા. તેમજ ગુરુ અને વૃક્ષ દ્વારા મળતી સુંદર પ્રેરણાઓ અંગે ખૂબ જ મનનીય પ્રવચનનોલાભ આપ્યો હતો. અંતમાં સૌ મહાનુભાવોના હસ્તે મંદિર સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સૌ હરીભક્તોએ ગુરુપૂજન અને ભોજન પ્રસાદનો લાભ હતો. આમ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ૨૦૦૦ થી વધુ હરિભક્તો અહીંથી આપવામાં આવેલ વૃક્ષને ઉછેરવાના સંકલ્પ સાથે વિદાય થયા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.