વિસાવદર ગંજીવાડા વિસ્તારમા ગણપતિ ભક્તો ગણપતિ મહોત્સવમા બન્યા ભક્તિમય. - At This Time

વિસાવદર ગંજીવાડા વિસ્તારમા ગણપતિ ભક્તો ગણપતિ મહોત્સવમા બન્યા ભક્તિમય.


વિસાવદર ગંજીવાડા વિસ્તારમા ગણપતિ ભક્તો ગણપતિ મહોત્સવમા બન્યા ભક્તિમય. વિસાવદરના ગંજીવાડા ખાતે આજે ગણપતિ ભક્તો ભક્તિમય બન્યા હતા.108 લાડુ ધરવામાં આવ્યા હતા. આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીષભાઈ રીબડીયા દ્વવારા આરતી ઉતારવામાં આવી હતી. ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવાડા દ્વારા ગણપતિ બાપાની ભવ્ય સ્થપના કરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષથી ભવ્યથી અતિભાવ્ય રીતે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે અને દરેક દિવસે અલગ અલગ ભક્તિમય કાર્યકમો રાખવામાં આવે છે. આરતી પૂજા અને ભક્તિ ભાવથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે. અને આજના દિવસે ખાસ સન્માનમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીષભાઈ રીબડીયાનુ પુષ્પહાર અને સાલ ઓઢડીને ભરતભાઈ જાની (BD)દ્વવારા કરવામાં આવ્યું હતું સાથે વિસાવદરના ઉત્સાહી પત્રકાર શ્યામ ચાવડાનુ પુષ્પહાર અને સાલ ઓઢડીને દીપકભાઈ ચોટલીયાએ સન્માન કર્યું હતું તેમજ વિસાવદર હવેલીના મુખ્યાજી મનોજ મહેતાનું સન્માન દર્શન સાદરાણી અને જસ ચિતલીયાએ કર્યું હતું. સૌ ભક્તોએ ભક્તિ ભાવથી આરતીનો લ્હાવો લીધો હતો.આજે મનીષભાઈ રીબડીયા, મનોજ મહેતા,પત્રકાર શ્યામ ચાવડા તથા ભાઈઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા.રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.